પેપરલીક કાંડમાં યશપાલે જે નામ કહ્યું તે ઇન્દ્રવદન પરમારનો શું છે ઇતિહાસ ?

પેપરલીક કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર યશપાલ સોલંકીની ધરપકડ બાદ વડોદરાના ગોત્રીમાં ઇન્દ્રવદન અશ્વિનભાઈ પરમારનું નામ બહાર આવ્યું છે. વ્યવસાયે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ એવા ઇન્દ્રવદનનું નામ બહાર આવતા પેપર લીક મામલે વડોદરમાંથી વધુ એક નામ બહાર આવ્યું છે. પોલીસે ઇન્દ્રવદનના નિવાસ સ્થાને તપાસ કરતા તેમનું ઘર બંધ હાલતમાં મળી આવ્યું હતું.

જો કે તે વિસ્તારના લોકો પણ તેનાથી પરિચિત હોવાનું નકારી રહ્યા છે. ઇન્દ્રવદન તેની પત્ની સાથે રહેતો હતો અને તેની પત્ની ખાનગી શાળામાં શિક્ષિકા હોવાની માહિતી જાણવા મળી છે. પરંતુ કઈ શાળામાં ફરજ બજાવે છે એ જાણી શકાયું નથી. ઇન્દ્રવદનના સંતાન અમદાવાદમાં ભણતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ઇન્દ્રવદનના ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં સંપર્ક હોવાનું સામે આવ્યુ છે. ઇન્દ્રવદન આર્થિક રીતે સદ્ધર છે. અને તેણે યશપાલને મદદ કરી હોવાનું કહેવાય રહ્યુ છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter