GSTV

77ની ઉંમરમાં ફિટ રહેવા માટે આ ડાયટ ફોલો કરે છે ‘બિગ બી’

Last Updated on October 13, 2019 by

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા કેટલાંય સવાલોના જવાબમાં પોતાના જીવનના અનેક અનુભવો શેર કરતા રહે છે. હાલમાં શો દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેમનું લીવર 75 ટકા ખરાબ થઈ ચુંક્યું છે. એવામાં બિગ બી પોતાને ફીટ રાખવા માટે એખ ખાસ ડાયટ ફોલો કરે છે. જેના કારણે 77ની ઉંમરમાં અમિતાભ બચ્ચન કોઈ યંગ સ્ટારથી વધુ કામ કરે છે.

અમિતાભ બચ્ચન લખનઉમાં ગુલાબો-સિતાબોની ફિલ્મની શૂટિંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે લખનઉની પ્રખ્યાત જગ્યાની સેર કરી હતી અને ટ્વિટર પર તે જગ્યાઓ વિશે લખ્યું હતું અને કેસરબાગના ફોટાઓ શેર કર્યાં હતા પરંતુ દુનિયાભરના લખનવી ખાવાને તેમણે ના પાડી દીધી. જો કે અમિતાભ બચ્ચનને નોનવેજથી ખૂબ જ પ્રેમ છે. ચાલો જાણીએ કે તેની પાછળ શું કારણ છે.

હકિકતે અમિતાભ બચ્ચનના રહેવાની વ્યવસ્થા લખનઉના ફાઈવ સ્ટાર હોટલમાં કરવામાં આવી હતી. હોટલ મેનેજમેન્ટે Big Bની ખાસ સ્વાગત માટે તેમણે શહેરના ખાસ નોનવેજ ડીશો મંગાવી હતી પરંતુ જ્યારે શેફને જાણકારી મળી કે અમિતાભ એકદમ શાકાહારી થઈ ગયા છે તો તેમની દરેક વ્યવ્સ્થા જેમની તેમ રહી ગઈ.

હોટલમાં કામ કરનાર એક અસિસ્ટેન્ટના જણાવ્યાં પ્રમાણે તે લોકો ખૂબ જ સ્વાદીષ્ટ ભોજન ખવડાવવા માંગતા હતા. પરંતુ એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થયુ કે તે શાકાહારી ખોરાક પર વધુ ભાર આપે છે. શેફે જણાવ્યું કે અમિતાભ ખાવાની બાબતે ખૂબ જ સિંપલ છે. હોટલામાં રેહતી વખતે તેઓ બ્રેકફાસ્ટમાં એક ગ્લાસ દુધ અને મરચા પાઉડર નાખ્યા વગરની ઈંડા ભુર્જી જ ખાવાનું પસંદ કરે છે. લંચમાં દાળ અને લીલા શાકભાજીની સાથે બે કે ત્રણ રોટલી લે છે અને ભાત ખાવાથી દુર રહે છે.

હોટલના એક અન્ય કર્મચારીની માનીએ તો તેઓએ એક દિવસ પનીર ભુર્જી માટે જણાવ્યું હતુ. આ સિવાય તેમની ક્યારેય કોઈ માગ રહી નથી. જ્યારે તેઓ શૂટિંગથી લેટ આવતા હતા તો ડિનરમાં માત્ર સૂપ પીવાનું પસંદ કરે છે અને ક્યારેક ક્યારેક તો માત્ર સૂપ જ પીતા હતા અને ખાવાથી દુર રહેતા હતા.

READ ALSO

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!