GSTV
Health & Fitness Life Trending

વેઇટ લોસ અને ફેટ લોસમાં છે મોટો તફાવત, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આ ભૂલ ?

ઘણીવાર લોકો વેઇટ લોસ અને ફેટ લોસ વિશે વાતો કરે છે. આ બંને શરીરને સ્લિમ કરવામાં મદદ કરે છે, પરંતુ તેમાં ઘણો અંતર હોય છે. વેઇટ લોસ અને ફેટ લોસને લઈને ઘણાં લોકો મૂંઝવણમાં હોય છે. સ્લિમ થવા માટે વેઇટ લોસ કરતાં ફેટ લોસની વધારે જરૂર હોય છે. વેઇટ લોસ કરવાથી માણસ સ્લિમ જરૂર દેખાય છે, પરંતુ સામે તેને શારિરીક સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. ફેટ લોસ કરવા પર વ્યક્તિ હેલ્ધી અને સ્વસ્થ દેખાય છે. વેઇટ ઓછો કરવા માટે ફેટ લોસ કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ચાલો જાણીએ વેઇટ લોસ અને ફેટ લોસ વચ્ચે શું છે અંતર.

વેઇટ લોસ

શું છે વેઇટ લોસ?

વેઇટ લોસ કરવું એટલે બોડી મસલ્સ, ફેટ અને વોટર વેઇચને ઓછું કરવું. શરીર માટે મસલ્સ બાઇંડિંગ એજેન્ટનું કામ કરે છે જે હેલ્ધી રાખવા માટે જરૂરી છે. ફ્રેશ ડાયટ અને ગ્લૂટન ફ્રી ડાયટથી બોડી વેઇટ તો ઓછું થાય છે, પરંતુ જરૂરી મસલ્સનું પણ લોસ થાય છે જે શરીરને મજબૂતી આપવામાં કામ આવે છે. નોર્મલ ડાયટ પર આવવાથી બોડીનું વેઇટ ફરીથી વધવાનું શરૂ થઈ જાય છે. તેથી સ્લિમ અને સ્વસ્થ શરીર માટે વેઇટ લોસ નહીં પણ ફેટ લોસ ટાર્ગેટ કરવાનું રહેશે.

શું છે ફેટ લોસ?

શરીરમાં લીન માસને બર્ન ના કરતાં સમયે થયેલાં મસલ્સ ગેઇન કરવાને ફેટ લોસ કહેવામાં આવે છે. જેમાં શરીરમાં સ્ટોર્ડ ફેટને બર્ન કરવામાં આવે છે જેને ચરબી કહે છે. ફેટ ઓછું કરવા સૌથી સારી અને સરળ રીત છે કેલરી ડેફિસિટ અને હાર્ડ વર્કઆઉટ. બોડી ફેટ દરેકનો અલગ-અલગ હોય છે. તેથી તેને ઘટાડવા માટે પણ અલગ-અલગ રીતે અપનાવવામાં આવે છે. ટોન્ડ બોડી માટે શરીરનાં એક્સ્ટ્રા ફેટને ઓછુ કરવું જોઈએ ના કે બોડી વેઇટને.

વેઇટ લોસ

વજન ઘટાડવામાં આ ભૂલો ન કરો

  • વજન ઘટાડવાના ચક્કરમાં ફ્રેશ ડાયટ અથવા ગ્લૂટન ફ્રી ડાયટ ના લેશો.
  • વેઇટ લોસને બદલે ફેટ લોસની પદ્ધતિને અનુસરો.
  • વજન ઘટાડવાની જર્નીમાં ખાવાનું છોડશો નહીં.
  • વધુ પડતી કસરત કરવાનું ટાળો.
  • કસરત કર્યા પછી નવા મસલ્સને બનવા માટે સમય આપો.

READ ALSO:

Related posts

ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ

Hemal Vegda

નશાનો કારોબાર/ મોક્સી કંપનીમાંથી 15 વર્ષ પહેલા પણ ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ, આંતરરાષ્ટ્રીય પેડલર થઇ ગયો હતો ફરાર

Bansari Gohel

ખાદ્યતેલમાં એરંડા તથા દિવેલમાં તેજી, રાજસ્થાનમાં તેલિબિયાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ

Hemal Vegda
GSTV