GSTV
Home » News » 2014ના શપથ ગ્રહણ સમારોહ અને 2019ના સમારોહમાં શું છે અંતર, જાણો વિગતો….

2014ના શપથ ગ્રહણ સમારોહ અને 2019ના સમારોહમાં શું છે અંતર, જાણો વિગતો….

નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગ્યે બીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થવા 8,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. વિદેશથી આવતા મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાંમાર, થાઇલેન્ડ, નેપાલ અને ભુતાનના વડાઓ સામેલ છે. ઉપરાંત સાંસદો અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

વર્ષ 2014માં પણ મોદીના શપથ ગ્રહણ સમારોહ ઘણો ભવ્યો હતો પણ આ વખતનો શપથ ગ્રહણ સમારોહ તેના કરતા પણ વધારે ભવ્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કાર્યક્રમ માટે 6 ફુટ ઉંચો સ્ટેજ બનાવ્યું છે. 2014ના શપથ ગ્રહણ સમારોહ અને 2019ના સમારોહમાં શું છે અંતર – Bimstec ના સભ્યો બન્યા મહેમાન

2014માં સાર્ક દેશોના રાષ્ટ્રધ્યક્ષોને આમંત્રિત કર્યા હતા, આ વખતે BIMSTECના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. bimstec દેશોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભુતાન, મ્યાંમાર, નેપાળ અને થાઇલેન્ડ સામેલ છે. એટલે આ વખતે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને માલદીવના વડાઓ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શામેલ નહીં થાય. 2014માં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફ શપથ સમારોહમાં હાજરી ખાસ બની હતી.

8 હજારથી વધારે મહેમાન રહેશે હાજર
શપથ ગ્રહણ સમારોહનું આયોજન રાષ્ટ્રપતિ ભવનની સામે આવેલા ફોરકોર્ટ પરિસરમાં કરવામાં આવ્યું છે. દેશના ઇતિહાસમાં આ ચોથી વખત છે જ્યારે કોઇ વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ દરબાર હોલમાં ન યોજાઇ ફોરકોર્ટમાં યોજાશે. આ વખતે 7,000 થી 8,000 લોકોની બેઠક વ્યસ્થા કરવામાં આવી છે. જ્યારે 2014માં શપથ ગ્રહણ સમારોહમાં 5,000 લોકોએ હાજરી આપી હતી.

29 રાજ્યોના રાજ્યપાલ હાજર રહેશે
શપથ ગ્રહણ સમારોહમાં 29 રાજ્યોના રાજ્યપાલ પણ હાજર રહેશે, ઉપરાંત રાજનીતિ, ફિલ્મ, રમત જગત, ઉદ્યોગ જગતની કેટલીય હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. સુત્રો અનુસાર ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન, સંજય લીલા ભંસાલી, અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંત, પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ, બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ, જાણીતા ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી, અજય પિરામલ, ગૌતમ અદાણી અને રતન ટાટા, ભારતની ઉડનપરીના નામે મશહુર પૂર્વ ધાવક પીટી ઉષા, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, હરભજન સિંહ, બેડમિન્ટન કોચ ગોપીચંદ અને જિમનાસ્ટિક દીપા કર્માંકરને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

વિશેષ મહેમાન


આજે યોજાનારા સમરાહોમાં ઉડીને આંખે વળગે તેવા ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા 54 કાર્યકર્તાઓના પરિવારજનો સ્પેશિયલ ટ્રેન થકી ભાજપે દિલ્હી આમંત્રિત કર્યા છે. આ તે લોકો છે જેમના પરિવારજનો ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં માર્યા ગયા છે.

2014માં મોદી લહેર, 2019માં મોદી ત્સુનામી
ભાજપે 2014માં કોંગ્રેસની સામે સત્તા વિરોધી લહેરના સહારે જીત નોંધાવી હતી. આ વખતે ભાજપે પોતાના કામની સાથે જનતાની પાસે ગઇ અને ગત વખત કરતા પણ વધારે સીટ જીતી.

READ ALSO

Related posts

એમેઝોનમાં આગ લાગવાનું કારણ ખાણમાફિયાઓનું સામ્રાજ્ય, તસ્કરો-માફિયાઓ કરી રહ્યા છે આ કામ

Riyaz Parmar

તમારા માટે લાભદાયક છે આ સરકારી યોજના, દર મહિને મળશે 10,000 રૂપિયા સુધી પેંશન

Mansi Patel

એમેઝોન જંગલને નુકસાન થતા કુદરતી ચક્ર ખોરવાયું, તીરકામઠા સંઘર્ષ કરવાની આદિવાસીઓની ચિમકી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!