GSTV
Home » News » નેશનલ ઈલેક્શન વોચ અને એડીઆરનું ચોંકાવનારું વિશ્લેણ, વિગત જાણો શું છે?

નેશનલ ઈલેક્શન વોચ અને એડીઆરનું ચોંકાવનારું વિશ્લેણ, વિગત જાણો શું છે?

ભાજપને આ વખતનીચૂંટણીમાં પ્રચંડ બહુમત મળ્યો.. જોકે નેશનલ ઈલેક્શન વોચ અને એડીઆરનું આ વિશ્લેષણમાં એ વાત ધ્યાન પર આવી છે કે કુલ 542 સાંસદોમાંથી 233 સાંસદો એવા ચૂંટાયેલા છે જેની સામે ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. અને તેમાંય ભાજપના સૌથી વધુ 116 સાંસદો ગુનાહિત અપરાધ ધરાવતા છે. પાછલી બે લોકસભા ચૂંટણીની સરખામણીમાં વખતે ગુનાહિત સાંસદો ચૂંટાયાની સંખ્યા વધારે છે.

દેશમાં આઝાદી બાદ પહેલી વખત 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ જનાદેશ મળ્યો. દેશની જનતાએ કુલ 8,040માંથી 542 સાંસદોને ચૂંટ્યા. આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન થયું. અને ભાજપે પ્રચંડ બહુમત મેળવીને ફરી દેશમાં પાંચ વર્ષ રાજ કરશે.. દેશમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. તો જાણીને આશ્ચર્ય થાય કે નવા ચૂંટાયેલા 542 સાંસદોમાંથી 233 સાંસદો એવા છે જેની પર ગુનાહિત કેસ નોંધાયેલા છે..

કયા પક્ષના કેટલા સાંસદો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે તેની પર નજર કરીએ તો ભાજપમાં 39 ટકા એટલે કે 116 સાંસદ પર ગુનાહિત મામલા નોંધાયેલા છે. અને આ 116 સાંસદમાંથી 87 સાંસદો પર ગંભીર ગુના નોંધાયેલા છે. કોંગ્રેસની વાત કરીએ તો તેના ચૂંટાયેલા 51માંથી 29 એટલે કે 57 ટકા સાંસદો સામે ગુના નોંધાયેલા છે.

અને 29માંથી 19 સાંસદો પર ગંભીર ગુના નોંધાયેલા છે. ડીએમકેના 23માંથી 10 સાંસદો સામે ગુના નોંધાયેલા છે. અને તેમાંથી 6 સાંસદો પર ગંભીર ગુના છે. તો મમતા બેનર્જીની ટીએમસીના 22માંથી 9 સાંસદ સામે ગુના નોંધાયેલા છે. અને તે 9માંથી 6 સાંસદ પર ગંભીર ગુના નોંધાયેલા છે.

ચોંકાવનારી વાત તો એ છે કે પાછલી બે લોકસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ગુના નોંધાયેલા સાંસદો છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ચૂંટેયેલા 543 સાંસદોમાંથી 30 ટકા એટલેકે 163 સાંસદો સામે ગુનાહિત કેસ નોંધાયેલા હતાં. જેમાંથી 76 સામે ગંભીર આરોપ હતા.. તો 2014ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા 542 સાંસદોમાંથી 34 ટકા એટલે કે 185 સાંસદો પર ગુના નોંધાયેલા હતા. જેમાં 112 સામે ગંભીર ગુના હતા. જ્યારે 2019ની ચૂંટણીમાં 542માંથી 233 સાંસદો એવા છે જેની સામે ગુના નોંધાયેલા છે. અને તેમાંથી 159 સાંસદો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. 542માંથી 19 સાંસદો વિરુદ્ધ અત્યાચાર સાથે જોડાયેલા ગુના નોંધાયેલા છે. જેમાથી 3 સાંસદ પર દુષ્કર્મ સાથે જોડાયેલા મામલા નોંધાયેલા છે.

READ ALSO

Related posts

ફ્રીજમાં જામેલા બરફનું ઠંડુ પાણી તો પીધું હશે, પણ તેના ફાયદા જાણીને ચોંકી ઉઠશો

Bansari

ઘરના આ ખૂણામાં મુકો તિજોરી, થઇ જશો માલામાલ

Bansari

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!