સુપરબગ્સ વિશ્વભરમાં દર વર્ષે 13 લાખ લોકોનો ભોગ લે છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પરંપરાગત એન્ટિબાયોટિક્સ અને એન્ટિ-ફંગલ દવાઓ આના પર બિનઅસરકારક સાબિત થઈ રહી છે. તો શું આ કોઈ નવા પ્રકારનો ખતરો છે? ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશનએ 204 દેશોના 471 મિલિયન રેકોર્ડનો અભ્યાસ કરીને મૃત્યુના આ આંકડાને સામે રાખ્યો છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ની AMR (એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ) પહેલનું નેતૃત્વ કરી રહેલા ડો. કામિની વાલિયાએ જણાવ્યું હતું કે આ અભ્યાસ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી પ્રથમ વખત મૃત્યુના સંદર્ભમાં AMR ની ગંભીરતા દર્શાવે છે. તેનાથી દક્ષિણ એશિયાના દૃષ્ટિકોણથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. હકીકતમાં 2019 માં 13 લાખ AMR મૃત્યુમાંથી, લગભગ 30 ટકા એટલે કે 3.9 લાખ મૃત્યુ દક્ષિણ એશિયામાં થયા છે.
શું છે સુપરબગ?
જેથી આપણે એ સમજવું જરૂરી છે કે આ સુપરબગ્સ શું છે? હકીકતમાં જ્યારે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અથવા પેરાસાઇટ્સ સમય જતાં બદલાય છે અને દવાઓ તેમને અસર કરતી નથી ત્યારે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) ઉત્પન્ન થાય છે. આવા સમયમાં ઈન્ફેક્શનની સારવાર ખૂબ જ મુશ્કેલ બની જાય છે. સુપરબગ્સને એન્ટિબાયોટિક-રેસિસ્ટન્ટ બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે.
ભારતમાં સુપરબગ અને કોરોના મહામારી
ખાસ વાત એ છે કે લેન્સેટે પહેલીવાર AMRથી થતા મૃત્યુનો અભ્યાસ કર્યો છે. 2021માં ICMR 10 હોસ્પિટલોમાં સ્ટડી કરી શક્યું હતું કે એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગ અને સુપરબગ્સના કારણે મહામારીમાં સ્થિતિ વધુ વણસી ગઈ. કોવિડના 50 ટકાથી વધુ દર્દીઓને બેક્ટેરિયા અથવા ફૂગના કારણે સંક્રમણ થયું હતું અને સારવાર દરમિયાન અથવા પછી મૃત્યુ પામ્યા હતા.

એન્ટીબાયોટિક્સનું વધુ પડતુ સેવન ખતરનાક!
લેન્સેટ અભ્યાસ એ પણ દર્શાવે છે કે કેવી રીતે કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દર્દીઓના ધસારા થવાથી AMRનું ભારણ વધી શકે છે કારણ કે મોટાભાગના દર્દીઓને એન્ટિબાયોટિક્સ આપવામાં આવી હતી. ભારતમાં કોવિડના તમામ દર્દીઓને 5 દિવસ સુધી સામાન્ય એન્ટીબાયોટિક દવાઓ જેમ કે ડોક્સીસાઇક્લિન અથવા એમોક્સીસિલીન આપવામાં આવી હતી.
જો કે ભારતે આ અભ્યાસમાં ભાગ લીધો ન હતો, પરંતુ ડો. વાલિયાના અગાઉના સંશોધનો દર્શાવે છે કે AMR એ ખાસ કરીને મહામારી દરમિયાન ખૂબ જ ચિંતાનો વિષય છે. ડો. વાલિયા કહે છે કે અમારી પાસે મોટા શહેરોના AMR ડેટા છે જ્યાં હોસ્પિટલો અને સારી લેબોરેટરીઓ છે. રાષ્ટ્રીય સ્તરે AMR આંકડો મેળવવા માટે અમને 50થી 100 હોસ્પિટલોના ડેટાની જરૂર છે. ICMRએ તાજેતરમાં નર્સિંગ હોમ અને નાની હોસ્પિટલોમાં અભ્યાસ શરૂ કર્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા
- સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ
- 145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે