GSTV
Home » News » મનમોહન સિંહે મોદી સરકારને આપી સખત ચેતવણી, દેશ Stagflationમાં ભરાયો તો આવશે જોરદાર મંદી

મનમોહન સિંહે મોદી સરકારને આપી સખત ચેતવણી, દેશ Stagflationમાં ભરાયો તો આવશે જોરદાર મંદી

પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહનસિંહે તાજેતરમાં કહ્યું હતું કે, જોકે દેશ હજી સ્થિરતા (Stagflation)નો શિકાર નથી, પરંતુ આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. સ્ટેગફ્લેશન એ એવી સ્થિતિ છે કે જેમાં ફુગાવો અને બેરોજગારી બંને એક સાથે વધે છે. સ્ટેગફ્લેશનમાં મોંઘવારીનો દર ઊંચો જ્યારે આર્થિક વિકાસ દર નીચો હોય. મનમોહનસિંહે કહ્યું કે સ્ટેગફ્લેશનની સ્થિતિ ન સર્જાય તે માટે તૈયારીઓ કરવી જોઈએ.

1980ના દશકામાં બનાવાયો હતો આ શબ્દ

આ શબ્દ અમેરિકન અર્થશાસ્ત્રી પોલ સેમ્યુઅલસન દ્વારા બનાવવામાં આવ્યો હતો. 1970 અને 1980ના દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં વધતો ફુગાવો અને બેરોજગારીની સ્થિતિને નિર્ધારિત કરવા માટે તેમણે આ શબ્દ બનાવ્યો ત્યારે તેમને અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. 1973માં, અમેરિકામાં ફુગાવાનો દર બમણાથી પણ વધુ વધીને ડિસેમ્બરમાં 8.7 ટકા થઈ ગયો હતો. 1980માં તે વધીને 14 ટકા થઈ ગયો.

કયા કારણોથી સ્ટેગફ્લેશન સર્જાય છે?

મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકામાં સ્ટેગફ્લેશનની શરૂઆત 1974માં થઈ હતી અને 80ના દાયકાની શરૂઆતમાં સમાપ્ત થઈ. આ સપ્લાય શોક્સની સિરિઝ બાદ શરૂ થયો, જેમાં તેલના વધતા જતા ભાવો અને વિસ્તૃત નાણાકીય નીતિનો સમાવેશ થાય છે, ખાસ કરીને 1971–73ની વચ્ચે. આનાથી ફુગાવો વધવાની સંભાવનાઓ મજબૂત થઈ તેમજ બેરોજગારી અને મોંઘવારી વચ્ચેનો સંબંધ બદલાયો. મોંઘવારી અને બેરોજગારી બંને એક સાથે વધવા લાગ્યા.

ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની જરૂર

મનમોહનસિંહે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા હાલ અનિશ્ચિતતાની સ્થિતિમાં છે. લોકોની આવક વધી રહી નથી, ઘરગથ્થુ વપરાશ ઓછો થઈ રહ્યો છે અને લોકો તેમની બચતમાંથી ખર્ચ પણ કરી રહ્યા છે. જ્યારે ખાદ્ય ચીજોની કિંમતો ઝડપથી વધી રહી છે. ફુગાવો અનિયંત્રિત થઈ જશે ત્યારે જ સ્ટેગફ્લેશનું જોખમ વધશે. જે મોટી અર્થવ્યવસ્થાઓ માટે હલ કરવો મુશ્કેલ બની જાય છે.

READ ALSO

Related posts

ભરી સભામાં પાકિસ્તાની મંત્રીએ ધમકાવી નાખ્યું પોતાના વિદેશ મંત્રાલયને, કર્યું બહુ અપમાન

NIsha Patel

મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા તે દાવા પાયાવિહોણા : પ્રધાનોને પણ મળી ક્લીનચીટ

Mayur

ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ : મોદી સરકારને ક્લિનચીટ, નાણાવટીપંચના મોટા ખુલાસા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!