GSTV
Auto & Tech Trending

શું છે સિમ સ્વેપ? આ ફ્રોડ દ્વારા તમારું અકાઉન્ટ તરત થઇ જશે ખાલી, જાણો કેવી રીતે બચી શકાય

ટેક્નોલોજી આગળ વધવાના કારણે કામ સરળ થઇ ગયા છે, પરંતુ ઘણી વખત લાગે છે કે તે વરદાન છે કે અભિશાપ? વર્તમાન સમયમાં લગભગ બધા લોકો પાસે સ્માર્ટફોન છે, આપણે હોટલ બુકિંગ, ટિકિટ બુકિંગ, બેંકિંગ સેવાઓ જેવી ઘણી સેવાઓ સ્માર્ટફોન દ્વારા લઇ રહ્યા છે. સ્માર્ટફોન દ્વારા સિમ ક્લોનિંગ અથવા સિમ સ્વેપિંગને પણ અંજામ આપવામાં આવે છે. શુ છે સિમ ક્લોનિંગ અથવા સિમ સ્વેપિંગ?, જાણો…

શું છે સિમ સ્વેપ?

એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી મુજબ સિમ સ્વેપનો અર્થ સિમ એક્સચેંજ થાય છે. સિમ ક્લોનિંગ અથવા સિમ સ્વેપિંગ દ્વારા સરળતાથી સાયબર ક્રાઇમ કરી શકાય છે. ફ્રોડ કરનાર વ્યક્તિ તમારુ ડુપ્લિકેટ સિમ તૈયાર કરે છે. ફ્રોડ આચરનાર તમારા ફોન નંબરથી એક નવા સિમનું રજિસ્ટ્રેશન કરાવી લેતા હોય ચે. ત્યારબાદ તમારુ સિમ કાર્ડ બંધ થઇ જાય છે. પછી તમારા નંબર પર રજિસ્ટર્ડ થયેલા નંબર પર જે OTP આવે છે, તેના દ્વારા કોઇ પણ તમારા અકાઉન્ટમાંથી રૂપિયા કાઢી શકે છે.

કેવી રીતે સુરક્ષિત રહેવુ

સોલંકીએ જણાવ્યું કે જો તમારા મોબાઇલના નેટવર્ક જતા રહે છે, અથવા તમારા ફોન પર કોઇ ફોન કોલ નથી આવી રહ્યા અને કોઇ અલર્ટ પણ નથી, તો તરત તેની ફરિયાદ તમારમા મોબાઇલ ઓપરેટર્સને કરો. તમારા મોબાઇલ નંબરને ભૂલીને પણ સોશિયલ મીડિય પર અપલોડ ના કરો. જો તમને એવુ લાગે છે કે તમારા નંબરનો ઉપયોગ સિમ સ્વેપિંગ માટે થઇ રહ્યો છે, તો તેની ફરિયાદ તમારા મોબાઇલ ઓપરેટર્સને કરો.

hacking
hacking

ઘણી વખત છેતરિંડી આચરનાર ઘણા બધા નંબરથી તમને ફોન કરવાનું શરૂ કરી દે છે. તમને લાગે કે આ અનનોન કોલ આવી રહ્યા છે, તો તરત ફોન બંધ કરી દો. તમારા બેંક સ્ટેટમેન્ટ વારંવાર ચેક કરતા રહો.

Read Also

Related posts

મારી પત્ની પણ આટલા ઠપકા આપતી નથી : LG સાહેબ થોડુ ચિલ કરો અને તમારા સુપર બોસને પણ કહો કે થોડુ ચિલ કરે

Hemal Vegda

ભારતમાં ખાંડની નિકાસે બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર આંકડો 109.8 લાખ ટનને વટાવી ગયો

Hemal Vegda

ઓ બાપ રે! આ એકલા બેટ્સમેને જ ટી-20 મેચમાં ફટકારી દીધી બેવડી સદી , 22 છગ્ગા ફટકાર્યા

Hemal Vegda
GSTV