GSTV

જાણવા જેવુ / શું છે સ્વાર્મ ડ્રોન? આ ટેક્નોલોજી બદલશે ભવિષ્યમાં યુદ્ધની દિશા અને દશા, જાણો તેના વિશે વિસ્તારમાં

Last Updated on September 9, 2021 by GSTV Web Desk

માર્કર ટેન્કમાં લાગેલા સ્વાર્મ ડ્રોન દુશ્મનના વિસ્તારમાં હુમલો કરવામાં સક્ષમ છે. મોટી સંખ્યામાં ડ્રોન હવામાં ઉડાન ભરતા હોવાના કારણે તેના પર એન્ટી એરક્રાફ્ટ ગન કે મિસાઇલ પણ બેએસર સાબિત થાય છે. જેથી સ્વાર્મ ડ્રોન ટેક્નોલોજી યુદ્ઘની સ્થિતિમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

રશિયાએ માર્કરમાં સ્વાર્મ ડ્રોને લગાવ્યા છે. જેના કારણે ટેન્ક વધુ શક્તિશાળી બને છે. ત્યારે સવાલ એ પણ થાય કે, આ સ્વાર્મ ડ્રોન ટેક્નોલોજી શું છે. જ્યારે એક સાથે અનેક ડ્રોન મળી એક મિશનને અંજામ આપે ત્યારે આ સિસ્ટમને ડ્રોન સ્વાર્મિગ કે સ્વાર્મ ડ્રોન ટેક્નોલોજિ કહેવામાં આવે છે. જેમા એક મધર ડ્રોન હોય છે. જેની અંદર એક કરતા વધારે નાના-નાના અનેક ડ્રોન હોય છે.જે અલગ-અલગ ઠેકાણાઓ પર હુમલો કરવામાં સક્ષમ હોય છે. મોટી સંખ્યામાં ડ્રોન હવામાં ઉડાન ભરતા હોવાના કારણે તેના પર એન્ટી એરક્રાફ્ટ ગન કે મિસાઇલ પણ બેએસર સાબિત થાય છે. સ્વાર્મ ડ્રોનની ટેક્નોલોજી ભવિષ્યમાં યુદ્ધની દિશા અને દશા બદલવાની ક્ષમતા ધરાવે છે. જેથી સ્વાર્મ ડ્રોન ટેક્નોલોજિ યુદ્ઘની સ્થિતિમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

સ્વાર્મ ડ્રોન દુશ્મન દેશના વિસ્તારમાં મોટી તબાહી મચાવી શકે છે. ઓછુ વજન, હાઈટેક આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ટેક્નોલોજિના કારણે ડ્રોન કોઈપણ ટાર્ગેટને તબાહ કરી શકે છે. સ્વાર્મ ડ્રોન દુશ્મનની સક્રિય એર ડિફેન્સ સિસ્ટમ અને રડારને ચકમો આપી શકે છે. ડ્રોન કદમાં નાનું હોવાના કારણે રડાર પણ તેને પકડી શકતું નથી. જેથી રશિયા સ્વાર્મ ડ્રોનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યુ છે.

રશિયાન મીડિયાના જણાવ્યા પ્રમાણે યૂરન-9 ટેન્ક કેમેરા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ટાર્ગેટને ટ્રેક કરી શકે છે. પરંતુ ટાર્ગેટ પર ફાયરિંગના આદેશ ત્રણ કિલોમીટર દુર બેઠેલા ગનરને આપવા પડે છે. આ ટેન્ક સંપૂર્ણરીતે રિમોર્ટ કંટ્રોલથી ચાલે છે. યૂરન-9 ટેન્ક 30 મીમીની ઓટોમેટિક બંદૂક, અતાકા એન્ટી ટેન્ક મિસાઈલ અને શ્મેલ ફ્લેમેથ્રો જેવા હથિયારથી લેસ છે. રશિયાએ થોડા સમય પહેલા ટી-14 આર્મટા ટેન્કનું પરીક્ષણ કર્યુ હતુ. આ ટેન્ક અંગે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ટી-14 આર્મટા કોઈપણ ક્રૂ મેમ્બર્સ વગર અને રિમોર્ટ દ્વારા પોતાના ટાર્ગેટને નષ્ટ કરી શકે છે. આવી ટેન્કના કારણે રશિયન સેનાના જવાન સુરક્ષિત અને દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ બન્યા છે. ત્યારે માર્કર ટેન્કના કારણે રશિયાની સેનાની તાકાતમાં વધારો થયો છે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!