GSTV
Home » News » શું છે NRC? તેનો અમલ ક્યારથી શરૂ થયો, જાણો NRC વિશે બધુ જ અહીં

શું છે NRC? તેનો અમલ ક્યારથી શરૂ થયો, જાણો NRC વિશે બધુ જ અહીં

આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન એટલે કે એનઆરસીની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 19 લાખથી વધુ લોકોના નામ સામેલ નથી. ત્યારે એનઆરસી શું છે અને તેનો અમલ કયારથી શરૂ થયો, તો ચાલો જાણીએ NRC વિશે

સામાન્ય ભાષામાં એનઆરસીને આસામમાં રહી રહેલા ભારતીય નાગરિકોનું એક લિસ્ટ કહી શકાય. આ પ્રક્રિયા રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘુસી આવેલા તથાકથિત બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ આસામમાં થયેલાં છ વર્ષ લાંબા જનઆંદોલનનું પરિણામ છે. આ જનઆંદોલન પછી આસામ સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા અને વર્ષ 1986માં સિટિઝનશિપ એક્ટમાં સંશોધન કરી તેમાં આસામ માટે વિશેષ જોગવાઈ ઊભી કરવામાં આવી.

સિટિઝનશિપ એક્ટની કલમ 6એ અંતર્ગત જો 1લી જાન્યુઆરી, 1966થી પહેલાંથી આસામમાં રહેતા હોય તો તે ભારતીય નાગરિક છે. જો કોઈ જાન્યુઆરી 1966થી 25 માર્ચ 1971 વચ્ચે આસામમાં રહેવા આવ્યા તો તેની આવવાની તારીખના કુલ 10 વર્ષ પછી તેને ભારતીય નાગરિક તરીકે રજીસ્ટર કરવામાં આવશે. સાથે જ વોટિંગનો અધિકાર પણ આપવામાં આવશે. પરંતુ જો 25 માર્ચ, 1971 બાદ ભારતમાં આવ્યા કે જે તારીખ બાંગ્લાદેશ લિબરેશન વોરની શરૂઆતની તારીખ પણ છે તો તેને તાત્કાલિક ટ્રિબ્યુનલ દ્વારા ગેરકાયદેસર પ્રવાસી તરીકેની ઓળખ આપી, ડિપોર્ટ એટલે કે પરત મોકલવામાં આવી શકે છે.

NRC સૂચીમાં કોણ સમાવિષ્ટ?

  • ૧લી જાન્યુઆરી, ૧૯૬૬થી પહેલાં આસામમાં રહેતા હોય તો તે ભારતીય નાગરિક
  • જાન્યુઆરી ૧૯૬૬થી ૨૫ માર્ચ, ૧૯૭૧ વચ્ચે આસામમાં રહેતા હોવા જરૂરી
  • ૧૦ વર્ષ પછી ભારતીય નાગરિક તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેને વોટિંગનો અધિકાર
  • બાંગ્લાદેશ લિબરેશન વોરની શરૂઆત પહેલાં એટલે કે ૨૫ માર્ચ, ૧૯૭૧ બાદ ભારતમાં આવેલા લોકોને તાત્કાલિક ટ્રિબ્યુનલ દ્વારા ડિપોર્ટ કરી શકાય છે.

એનઆરસી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • ૧૯૫૧ની એનઆરસીમાં નામ સામેલ હોવું જરૂરી
  • ૧૯૭૧ સુધીના વોટિંગ લિસ્ટમાં નામ જરૂરી
  • જમીનના કાગળ, સ્કૂલ-યુનિવર્સિટીમાં અભ્યાસના પુરાવા
  • જન્મનો દાખલો
  • માતા-પિતાના વોટર કાર્ડ
  • રાશન કાર્ડ
  • એલઆસી પોલિસી
  • પાસપોર્ટ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • રેફ્યુજી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ

આસામમાં જાહેર થયેલી એનઆરસી પહેલી યાદી નથી કે ન તો તેની શરૂઆત ભાજપ સરકારે કરી છે. રાજ્યમાં પહેલી વખત એનઆરસી 1951માં તૈયાર કરાયું હતું. 2005માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આસામ સરકાર અને ઓલ આસામ સ્ટૂડન્ટ્સ યુનિયન એટલે કે આસૂની સાથે કેન્દ્રએ પણ ભાગ લીધો હતો. આ બેઠક નક્કી કરાયું હતું કે આસામમાં એનઆરસીને અપડેટ કરવામાં આવે.

એનઆરસી કઈ રીતે તૈયાર કરાયું?

  • પહેલી વખત એનઆરસી ૧૯૫૧માં તૈયાર કરાયું
  • ૨૦૦૫માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં બેઠક મળી
  • આસામ સરકાર અને ઓલ આસામ સ્ટૂડન્ટ્સની સાથે કેન્દ્રએ ભાગ લીધો
  • બેઠકમાં નક્કી કરાયું કે આસામમાં એનઆરસી અપડેટ કરાવવામાં આવે

પહેલી વખત સુપ્રીમ કોર્ટ આ પ્રક્રિયામાં 2009માં સામેલ થયું અને 2014માં આસામ સરકારને એનઆરસીને અપડેટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપ્યાં. આ રીતે 2015થી સુપ્રીમ કોર્ટની નજર હેઠળ પૂરી પ્રક્રિયા એક વખત ફરી શરૂ થઈ હતી.

READ ALSO

Related posts

આ વર્ષની દિવાળી ધમાકેદાર રહેશે : ભારત-નેપાળ બોર્ડર પર આતંકીઓની વાતચીતથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

Mansi Patel

શ્રમયોગીઓને પણ ખેડૂતોની જેમ મળશે રૂપિયા 3,000નું પેન્શન, સરકારે લોન્ચ કરી આ યોજના

Mansi Patel

લો કેવા દિવસો આવી ગયા 13 પોપટને દિલ્લીની કોર્ટમાં બોલાવાયા….!

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!