GSTV
Home » News » રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર અને રાષ્ટ્રીય શોકમાં શું છે અંતર? અહીં જાણો

રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર અને રાષ્ટ્રીય શોકમાં શું છે અંતર? અહીં જાણો

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરાના નિધન પર રાષ્ટ્રીય શોકમાં 18 માર્ચે ત્રિરંગો અડધો નમેલો રહેશે. ગોવામાં 7 દિવસનો રાજકીય શોક ઘોષિત કરવામા આવ્યો છે.

શું છે રાષ્ટ્રીય શોક

સામાન્ય રીતે દુનિયાના લગભગ તમામ દેશમાં પોતપોતાની રીતે રાષ્ટ્રીય શોક રાખવામાં આવે છે અને તેની પાછળનું કારણ અને પ્રક્રિયા પણ લગભગ એક સમાન જ હોય છે પરંતુ આજે વિશેષરૂપે ભારતની વાત કરીએ.

ભારતમાં રાષ્ટ્રીય શોક સમગ્ર રાષ્ટ્રના દુખ વ્યક્ત કરવાની એક પ્રતીકાત્મક રીત છે. આ ‘રાષ્ટ્રીય શોક’ કોઇ વ્યક્તિના મૃત્યુ અથવા પુણ્યતિથી પર રાખવામાં આવે છે.

ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા અનુસાર રાષ્ટ્રીય શોક દરમિયાન, સમગ્ર ભારતમાં અને વિદેશ સ્થિત ભારતીય સંસ્થાઓ (જેમ કે એમ્બેસી વગેરે)માં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહે છે.

કોઇ ઔપચારિક તથા સરકારી કાર્ય કરવામાં નથી આવતા અને આ સમયગાળા દરમિયાન કોઇ સત્તવાર કાર્ય પણ નથી થતાં.

સમારોહ અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધ હોય છે.

દિવંગત વ્યક્તિના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

રાજકીય સન્માન સાથેના અંતિમ સંસ્કારમાં શું થાય છે?

જો કાયદાની વાત કરીએ તે ફક્ત વર્તમાન અને પૂર્વ પ્રધાનમંત્રી, વર્તમાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા વર્તમાન અને પૂર્વ રાજ્યમંત્રી જ આ પ્રકારના અંતિમ સંસ્કારના હકદાર છે. પરંતુ સમય સાથે નિયમ બદલાઇ રહ્યાં છે. લેખિત સ્વરૂપે નહી પરંતુ કાર્યરૂપે. હવે આ રાજ્ય સરકારના વિવેકાધિકાર પર છે કે કોના સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવા અથવા ત્રિરંગા દ્વારા શબ ઢાંકવા માટે સરકાર રાજકીય, સાહિત્ય,કાયદા, વિજ્ઞાન અને સિનેમા જેવા વિભિન્ન ક્ષેત્રોમાં મૃત વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા યોગદાનને ધ્યાનમાં રાખે છે. તેના માટે સંબંધિત રાજ્યના મુખ્યમંત્રી પોતાના વરિષ્ઠ કેબિનેટ સહયોગીના પરામર્શ બાદ નિર્ણય લે છે.

નિર્ણય લીધા બાદ તેને ડેપ્યુટી કમિશ્નર, પોલીસ યુક્ત અને પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે જેથી રાજકીય અંતિમ સંસ્કાર માટે તમામ વ્યવસ્થાઓ થઇ શકે.

રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર દરમિયાન પાર્થિવ શરીરને ત્રિરંગામાં લપેટવામાં આવે છે.

દિવંગત હસ્તીને પૂર્ણ સૈન્ય સન્માન આપવામાં આવે છે. તેમાં મિલિટ્રી બેન્ડ દ્વારા ‘શોક સંગીત’ વગાડવા અને તે બાદ બંદૂકોની સલામી આપવી વગેરે સામેલ છે.

સ્વતંત્ર ભારતમાં રાજકીય સન્માન સાથે પ્રથમ અંતિમ સંસ્કાર મહાત્મા ગાંધીના થયાં હતા.

Read Also

Related posts

Video : એક ફિલ્મ ફ્લોપ શું થઇ આમિર ખાનના આવ્યાં આવા દિવસો, ઇકોનામી ક્લાસમાં કરી રહ્યો છે ટ્રાવેલ!

Bansari

ભાગવત-યોગી-કેજરીવાલને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી

Mansi Patel

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar