GSTV
Gujarat Government Advertisement

શું છે આ મેડિકલ ઓક્સિજન કે જેની તંગી સર્જાતા દર્દીના પરિવારજનોથી લઇ હોસ્પિટલ તંત્ર પણ પરેશાન

Last Updated on April 25, 2021 by Dhruv Brahmbhatt

ઓક્સિજનની તંગીએ દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને હચમચાવી દીધી છે. મેડિકલ ઓક્સિજન સમયસર ન મળવાના કારણે અનેક કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવવા પડ્યાં છે. દર્દીઓ અને તેમના સ્વજનો જ નહીં પરંતુ ડૉકટરો અને હોસ્પિટલોને પણ સમજણ નથી પડી રહી કે આ પડકારને કઇ રીતે પહોંચી વળવું? ત્યારે અહીં જાણીશું કે આખરે શું છે આ મેડિકલ ઓક્સિજન અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં શું છે તેનું મહત્વ.

ઓક્સિજનના અભાવે અનેક હોસ્પિટલમાં દર્દીઓ મોતને ભેટ્યાં

દેશના અનેક રાજ્યોમાં કોરોનાનું સંકટ પ્રાણઘાતક સાબિત થઇ રહ્યું છે. લોકો ટપોટપ મોતને ભેટી રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી મોટી વાત એ સામે આવી છે કે કોરોનાના દર્દીઓમાં ઓક્સિજનનું લેવલ ઘટી રહ્યું છે. જેના કારણે ઠેર-ઠેર મેડિકલ ઓક્સિજનની તંગી વર્તાઇ રહી છે. લોકોને હોસ્પિટલોમાં બેડ તો મળે છે પરંતુ ઓક્સિજન નથી મળી રહ્યો. ઓક્સિજનના અભાવે અનેક હોસ્પિટલમાં દર્દીઓ મોતને ભેટ્યાં છે. મેડિકલ ઓક્સિજન મેળવવા માટે દર્દીઓના સ્વજનો અને હોસ્પિટલો દોડાદોડી કરી રહી છે. ત્યારે એવું કૂતુહલ પણ થાય કે આખરે મેડિકલ ઓક્સિજન હોય છે શું?

મેડિકલ ઓક્સિજન આશરે ૮૨ ટકા શુદ્ધ ઓક્સિજન હોય છે

મેડિકલ ઓક્સિજન આશરે ૮૨ ટકા શુદ્ધ ઓક્સિજન હોય છે અને સંક્રમણમુક્ત હોય છે. પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ૨૧ ટકા જેટલું હોય છે. વાતાવરણમાં ઓક્સિજન સાથે બીજા વાયુઓનું પણ મિશ્રણ હોય છે. ઓક્સિજન આપણી આસપાસની હવામાંથી શુદ્ધ ઓક્સિજનને અલગ કરીને બનાવવામાં આવે છે. આપણી આજુબાજુની હવામાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને બાકીના 1%માં અન્ય વાયુઓ જેમ કે આર્ગોન, હિલીયમ, નિયોન, ક્રિપ્ટન, ગાયનો છે. આ તમામ વાયુના બોઈલીંગ પોઈન્ટ અત્યંત નીચા છે, પરંતુ અલગ છે.

ઓક્સિજન

આવી સ્થિતિમાં જો આપણે હવાને એકત્રિત કરીએ અને તેને ઠંડુ કરતા જઈએ તો પછી બધા વાયુઓ એક બાદ એક પ્રવાહીમાં ફેરવાઈ જશે. ત્યાર બાદ બધા વાયુને અલગ-અલગ કરીને પ્રવાહી સ્વરૂપમાં જમા કરવામાં આવે છે. આ રીતે તૈયાર પ્રવાહી ઓક્સિજન 99.5 ટકા સુધી શુદ્ધ થાય છે. આ પ્રક્રિયા પહેલાં હવાને ઠંડી કરવામાં આવે છે અને તેમાંથી ફિલ્ટર્સ દ્વારા ભેજ, ધૂળ, તેલ અને અન્ય અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. ઓક્સિજનના ઉત્પાદનનો બીજો એક પ્રકાર પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન કહેવાય છે. આ પ્રક્રિયામાં પ્લાન્ટને હોસ્પિટલોમાં જ ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્લાન્ટ હવામાંથી ઓક્સિજન મેળવે છે અને તેનું સંકેન્દ્રણ બમણું કરી દે છે.

ઉત્પાદકો આ પ્રવાહી ઓક્સિજનને મોટા ટેન્કરમાં સંગ્રહ કરે છે. અહીંથી અત્યંત ઠંડા રહેતા ક્રાયોજેનિક ટેન્કરમાં ભરીને આગળ મોકલે છે. ડિસ્ટ્રીબ્યુટર તેનું દબાણ ઘટાડે છે અને ગેસના સ્વરૂપમાં તેને વિવિધ પ્રકારના સિલિન્ડરોમાં ભરે છે. આ સિલિન્ડર સીધા હોસ્પિટલોમાં અથવા નાના સપ્લાયરોને પહોંચાડાય છે. કેટલીક મોટી હોસ્પિટલોમાં તેમના પોતાના નાના ઓક્સિજન પ્લાન્ટ હોય છે.

દર્દીમાં ઓક્સિજનનું લેવલ જાળવી રાખવા મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાંતોના મતે કોરોનાના અત્યંત ગંભીર કેસોમાં ઓક્સિજનનું લેવલ ઝડપથી ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં શરીરના અંગોને પોતાની કામગીરી બજાવવા માટે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળતો નથી. જો ઓક્સિજનની આ કમીને સમયસર પૂરી કરવામાં ન આવે તો શરીરના અંગો બગડવા લાગે છે અને છેવટે દર્દીનું મૃત્યુ નીપજે છે. દર્દીમાં ઓક્સિજનનું લેવલ જાળવી રાખવા માટે મેડિકલ ઓક્સિજન આપવાની જરૂર પડે છે.

medical oxygen

મેડિકલ ઓક્સિજન તૈયાર કરવાની કેટલીક અન્ય રીતો

જો કે, મેડિકલ ઓક્સિજન તૈયાર કરવાની અન્ય કેટલીક રીતો પણ છે. તેમાં વેક્યૂમ સ્વિંગ એડજોરપ્શન પ્રક્રિયા પણ શામેલ છે. આ પ્રક્રિયા હેઠળ, ઓક્સિજનને હવામાંથી ફિલ્ટર કરીને અલગ કરવામાં આવે છે અને તેને પ્રવાહી સ્વરૂપમાં એકત્રિત કરવામાં આવે છે. બાદમાં તે ગેસ ફોર્મેટમાં રૂપાંતરિત થાય છે.

આ ઉપરાંત, એક પ્રક્રિયા છે ઇલેક્ટ્રોલિસિસ. આ પ્રક્રિયા હેઠળ, પાણીમાં હાજર ઓક્સિજનને અલગ પાડવામાં આવે છે. એ માટે ઇલેક્ટ્રિક કરંટ દ્વારા પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનમાં તોડી દેવામાં આવે છે. જેવાં બે વાયુઓ અલગ થાય છે કે તેને મશીનોની મદદથી શોષી લેવામાં આવે છે. આ દરમિયાન ઓક્સિજન તો બને જ છે, હાઇડ્રોજન ગેસ પણ તૈયાર મળે છે કે જેના ઘણાં ઉપયોગો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!