GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

શું છે Mastodon, કેમ યુઝર્સ Twitter છોડીને કરવા લાગ્યા છે તેનો ઉપયોગ?

ભારતમાં હાલનાં દિવસોમાં Mastodon નામનું સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ તેજીથી પોપ્યુલર થઈ રહ્યુ છે. સુપ્રિમ કોર્ટનાં વકીલ સંજય હેગડેને ટ્વીટર પર બૅન કર્યા બાદ મોટી સંખ્યામાં યુઝર્સ માસ્ટોડોનની તરફ વળી રહ્યા છે. માસ્ટોડોનને ટ્વીટરનાં વિકલ્પ પણ ગણવામાં આવ્યો છે. માસ્ટોડોન જોવામાં અને ઉપયોગ કરવામાં ઘણી હદ સુધી ટ્વીટર જેવું જ છે. જોકે, તે એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે. એટલે તેને કોઈ એક કંપની અથવા એક સર્વર હેન્ડલ કરી રહ્યુ નથી. જેને કારણે પ્રાઈવસીનો ભય રહે છે.

શું છે Mastodon

માસ્ટોડોન પણ એક સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, જેની ઉપર મેસેજ, વીડિયો અને ફોટા પોસ્ટ કરવામાં આવે છે. તેને પહેલીવાર 2016માં લાવવામાં આવ્યુ હતુ. માસ્ટોડોનનાં યુઝર્સની સંખ્યા 2.2 મિલિયન (22 લાખ) થઈ ગઈ છે. જે સતત વધી રહી છે. તેને બનાવવાનો શ્રેય 26 વર્ષનાં જર્મન સોફ્ટવેર ડેવલોપર Eugen Rochkoને જાય છે.

શું હતો વિવાદ, કેમ ટ્વીટર છોડી રહ્યા છે યુઝર્સ

ભારતમાં મોટી સંખ્યમાં યુઝર્સ ટ્વીટરનો વિરોધ કરવા માટે આની સાથે જોડાયા છે. વાસ્તવમાં સુપ્રિમ કોર્ટનાં વકીલ સંજય હેગડેએ જર્મનીનાં વર્કર ઓગષ્ટ લેંડમાસરનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેને વર્ષ 1936માં નાજી સેલ્યૂટ કરવાની મનાઈ કરી હતી. આ ફોટાને વિવાદિત માનતા ટ્વીટરે હેગડેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ હતુ. ત્યારબાદ હેગડેએ જાહેરાત કરી હતીકે, તે હવે Mastodon પર જ પોસ્ટ કરીશું.

આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોએ ટ્વીટર પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને બોયકોટ કરીને માસ્ટડોન પર એકાઉન્ટ બનાવ્યુ હતુ. જોકે, ટ્વીટરે સ્પષ્ટતા આપતા આ આરોપોને ફગાવી દીધા છે. ટ્વીટર ઈન્ડિયાએ પોતાના ટ્વીટમાં કહ્યુ છેકે, આ સપ્તાહે ભારતમાં ટ્વીટરનાં કથિત પૂર્વાગ્રહ વિશે ઘણી ચર્ચા થઈ છે. ત્યારે સ્પષ્ટતા કરી દેવી જોઈએકે, નીતિથી લઈને ફીચર સુધીનાં નિયમોને લઈને કંપનીએ ક્યારેય પણ પક્ષપાત કર્યો નથી. અમે નિષ્પક્ષ છીએ અને કોઈ પણ વિચારધારા અથવા રાજકીય દ્રષ્ટિકોણનાં આધાર પર કાર્યવાહી કરતા નથી.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી: કોંગ્રેસનાં સિનિયર નેતાઓની જવાબદારી વધી, ચૂંટણી લડાવવા સુધીની કામગીરીમાં મહત્વની ભૂમિકા

pratik shah

હવાઈ જહાજને માત આપશે રેલગાડીઓ, ટ્રેન ચલાવવા દુનિયાભરની કંપનીઓ આવી રહી છે ભારત

Mansi Patel

કોરોના વાયરસનો અટેક થતાં શરીર પર દેખાય છે આવાં લક્ષણો, જાણીને ઓળખો પહેલા તબક્કામાં જ

GSTV Web News Desk
Do NOT follow this link or you will be banned from the site!