છેલ્લાં થોડાંક સમયથી વિવિધ પ્રોડક્ટ્સમાં આપણે ‘મેડ ઈન પીઆરસી’ નામ વાંચતા હોઈએ છીએ. અચાનક આ લેબલ લાગેલી પ્રોડક્ટ્સ માર્કેટમાં વધી ગઈ છે. કપડાંથી લઈને ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ વગરેમાં આપણે ‘મેડ ઈન પીઆરસી’ જોઈએ છીએ. આ મેડ ઈન પીઆરસી એટલે બીજું કશું નહીં, પરંતુ ‘મેડ ઈન ચાઈના’નું સુધારેલું નામ!
ભારતમાં ચીની પ્રોડક્ટના બહિસ્કારની જનજાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. ચીની પ્રોડક્ટ ખરીદવાનું લોકો ટાળવા લાગ્યા છે. તેના બદલે વૈકલ્પિક પ્રોડક્ટ ઉપર પસંદગી ઉતારે છે. જરૂરી હોય એવી પ્રોડક્ટનો સ્વદેશી વિકલ્પ ન મળે તો લોકો ચીન સિવાયના દેશની પ્રોડક્ટ ખરીદી લેવાનું વધારે પસંદ કરે છે, પરંતુ સસ્તી પણ તકલાદી ચીની પ્રોડક્ટથી સરેરાશ ગ્રાહક વિમુખ થતો જાય છે.

આ રીતે ચાલાકીથી ગ્રાહકોને સામાન પધરાવી રહી છે ચીની કંપનીઓ
આ સ્થિતિમાંથી આબાદ છટકીને પણ ગ્રાહકોને તેનો સામાન પધરાવી દેવા ચીની કંપનીઓ તૈયાર બેઠી છે. ચીને તેનો તોડ શોધી કાઢ્યો છે. ભારતીય જનમાનસમાં ‘મેડ ઈન ચાઈના’ શબ્દ નેગેટિવ થઈ ચૂક્યો છે એટલે હવે એ નામથી પ્રોડક્ટ પધરાવી નહીં શકાય એ સમજી ગયેલા ચીને હવે ‘મેડ ઈન પીઆરસી’ લખવાનું શરૂ કર્યું છે.

સરેરાશ ભારતીય ગ્રાહક એ વાત જાણતો નથી કે ‘મેડ ઈન પીઆરસી’ એ મેડ ઈન ચાઈનાનું જ બીજું નામ છે! ચીનનું સત્તાવાર નામ ‘પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના’ છે. પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈનાનું ટૂંકું નામ પીઆરસી છે. ચીને હવે તેની બધી જ પ્રોડક્ટમાં ‘મેડ ઈન પીઆરસી’ લખવાનું શરૂ કર્યું છે. એટલે કે ‘મેડ ઈન પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના’.
‘મેડ ઈન ચાઈના’ની નેગેટિવ ઈમેજમાંથી છુટકારો મેળવવા ચીને ‘મેડ ઈન પીઆરસી’ નામે રીબ્રાન્ડિંગ શરૂ કર્યું છે. જે માત્ર ભારતના જ નહીં, પરંતુ વિશ્વભરના ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને ચીની ચીજ-વસ્તુઓ ઘરમાં લઈ આવવાનું સરળ બનાવી આપે છે.ટૂંકમાં, મેડ ઈન ચાઈનાની નેગેટિવ અસરમાંથી બચીને પણ જથ્થાબંધ ચીજ-વસ્તુઓ વેંચીને રોકડી કરી લેવાનો ચીનનો નવો પેંતરો એટલે મેડ ઈન પીઆરસી!
Read Also
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ