મોબાઈલ કંપની આઈફોને હજુ હમણાં જ પોતાનો નવો ફોન એપલ આઈફોન લોંચ કર્યો છે, જેમાં ઈ-સિમ કાર્ડનાં ફિચર આપવામાં આવેલ છે. તો આવો જાણીએ શું છે આ ઈ સિમ?
આ એપલ આઈ ફોન પ્રથમ વખત ડ્યુઅલ આઈફોન લોંચ કર્યો છે. પરંતુ આ ડ્યુઅલ સિમ સામન્ય ફોનની જેમ કામ નહિ કરે. તેમાં એક ડિજિટલ સિમ અને એક વર્ચ્યુઅલ સિમ કામ કરશે. જે ઈંબેડેડ સબસ્ક્રાઈબર્સ આઈડેન્ટિટિ મોડ્યુઅલ તરીકે ઓળખાય છે.
આ ફોનનું ઈ સિમ ધરાવતો ફોન ઈનબિલ્ટ જ આવે છે જે તેમાં નખાવવું પડતું નથી. તે એક ચીપ છે. જે ઈન્સ્ટોલ કરેલી જ હશે. જેને મોબાઈલ ઓપરેટર કંપની ચાલુ કરશે.
આ ઈ-સિમનાં ઘણા ફાયદા છે જેમ કે તે બેટરી લાઈફ વધારે છે. તેમજ તેમાં સિમ સ્લોટ ની જરુર રહેતી નથી. તેમજ તેમાં જો તમે ઓપરેટર બદલાવો તો તે ચીપ જ ઈન્સ્ટોલ કરવાની જરુર રહે છે. નવું કાર્ડ ખરિદવું પડતું નથી.
ભારત સરકારે એવાં 18 સીમનું સ્લોટ મે 2018માં બહાર પાડ્યું છે. જેમાં 9 સીમ ઈ સિમ અને 9 ફોન એટલે કે કાર્ડ સપોર્ટેડ છે. હાલ એરટેલ અને જિઓ પાસે ઈ સિમની સુવિધા છે. આમ નવો ફોન ઈ સિમની સુવિધા ધરાવે છે જે ગ્રાહકની સગવડ અને ડિવાઈસ માટે ખુબ જ ઉપયોગી છે.