GSTV

Corona સંકટ: શું છે હૉટસ્પોટ? સીલ કરાયા બાદ જાણો તમે શું કરી શકો અને શું નહી?

corona

ભારતમાં Corona વાયરસનો કહેર યથાવત છે. આ મહામારીને ધ્યાનમાં લેતાં ઉત્તર પ્રદેશ અને દિલ્હીની સરકારોએ પોતાના રાજ્યોમાં અનેક હૉટસ્પોટ વિસ્તારોને સીલ કરી દીધાં છે. એક તરફ જ્યાં દિલ્હી સરકારે 20 હૉટસ્પોટ સીલ કરી દીધાં, ત્યાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના 15 જિલ્લાના હૉટસ્પોટ વિસ્તારોને સીલ કરવાનો નિર્ણય લીધો છે.

હકીકતમાં એવી સંભાવનાઓ જણાવવામાં આવી રહી છે કે દેશના અનેક હિસ્સાઓમાં આવનારા કેટલાંક સમયમાં એવા ઘણાં હૉટસ્પોટ વિસ્તારો સીલ કરવામાં આવી શકે છે. ચાલો તમને જણાવીએ કે આ હૉટસ્પોટ શું છે, તે કેવી રીતે સીલ કરવામાં આવે છે અને સીલ થયા બાદ આ વિસ્તારમાં રહેતા લોકો શું કરી શકે છે અને શું નહી.

શું છે હૉટસ્પોટ

Corona વાયરસના સમયમાં તે વિસ્તાર જ્યાં કોઇ પોઝીટીવ દર્દી મળી આવ્યાં હોય અને આગળ પણ તે વિસ્તારોમાં સંક્રમણ ફેલાવાની સંભાવના વધુ હોય, તે હૉટસ્પોટ કહેવામાં આવે છે. આ વિસ્તાર કોઇપણ સાઇઝનો હોઇ શકે છે. કેટલાંક ઘરોથી લઇને મહોલ્લો, કોલોની અથવા આખા સેક્ટર સુધી, કે કોઇ એપાર્ટમેન્ટને પણ હોટસ્પોટ માનવામાં આવી શકે છે.

રાજ્ય સરકારના અધિકારીઓ અનુસાર એવા વિસ્તારોને હોટસ્પોટ રૂપે ચિહ્નિત કરવામાં આવી શકે છે જ્યાં Corona વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં હોય. સાથે જ હૉટસ્પોટ માટે તે પણ જોવામાં આવે છે કે ત્યાંના લોકો જાતે જ લોકડાઉન ફોલો કરે છે કે પછી કડકાઇ વધારવાની જરૂરિયાત છે.

corona

કેવી રીતે થાય છે સીલ

હૉટસ્પોટ વિસ્તારોમાં લૉકડાઉનનું 100 ટકા પાલન થવું જ એક રીતે તે વિસ્તારને સીલ કરવો કહેવામાં આવે છે. આ દરમિયાન વિસ્તારમાં કોઇ દુકાન નહી ખુલે. વિસ્તારમાં પ્રવેશ અને બહાર જવાના રસ્તે પોલીસની વેરિકેડિંગ હશે. લોકોને આસપાસ પણ જવાની પરવાનગી નહી હોય. હૉટસ્પોટ માટે વિશેષ પાસ જારી કરવામાં આવે છે.

શું કરી શકશો અને શું નહી

આમ તો લોકડાઉનમાં જ લોકોને ઘરમાંથી બહાર નીકળવાની મનાઇ હોય છે. પરંતુ હૉટસ્પોટ વિસ્તારોને સીલ કર્યા બાદ આ કડકાઇ વધારી દેવામાં આવે છે. લોકોને ક્યાંય પણ જવાની પરવાનગી નથી હોતી.

કયા લોકોને મળે છે છૂટ

હૉટસ્પોટ વાળા વિસ્તારમાં ફક્ત તેવા લોકોને જ છૂટ મળે છે જે પાસ સાથે જાય છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડે પણ હૉટસ્પોટમાં એન્ટ્રી લેવા માટે પરવાનગી લેવી પડશે. હૉટસ્પોટમાં મીડિયાના પ્રવેશ પર પણ રોક હોય છે.

જરૂરી સામાન પૂરો પાડવામાં આવશે

સીલ દરમિયાન લોકોને જરૂરી સામાન ફક્ત હોમ ડીલીવરી દ્વારા પૂરો પાડવામાં આવશે. પ્રશાસન દ્વારા ફળ, શાકભાજી, દવા, રાશન વગેરે હોમ ડિલિવરી કરવામાં આવશે. પ્રશાસન ઘરે-ઘરે જઇને તપાસ કરશે કે કોઇ વ્યક્તિમાં Corona સંક્રમણના લક્ષણ તો નથી અથવા તો વ્યક્તિ કોવિડ પોઝીટીવ દર્દીના સંપર્કમાં તો નથી આવ્યો ને.

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો રાજ્ય સરકારે દિલ્હી પાસે આવેલા નોએડા સહિત અન્ય 15 જિલ્લાના હૉટસ્પોટ વિસ્તારો સીલ કરવાનો નિર્ણય લીધો છે. આ વિસ્તાર બુધવારે રાતે 12 વાગ્યાથી 15 એપ્રિલ સવાર સુધી સીલ રહેશે. જરૂરી સામાન માટે લોકોએ આ નંબર 18004192211 પર કોલ કરવાનો રહેશે.

બીજી બાજુ દિલ્હી સરકારે 20 હોટસ્પોટ વિસ્તાર સીલ કર્યા છે. તેમાં સાઉથ દિલ્હીના બે વિસ્તારોને હૉટસ્પોટ ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ બે વિસ્તાર સંગમ વિહાર અને માલવીય નગરમાં છે. સંયમ વિહારના એલ-1માં ગલી નંબર 6 અને માલવીય નગરમાં ગાંધી પાર્કના વિસ્તાર હોટસ્પોટ નક્કી કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!