સરકારે લોકસભા અને રાજ્યોની વિાધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવાના પ્રસ્તાવને સમાર્થન આપતા સરકારે જણાવ્યું હતું કે જો એક સાથે ચૂંટણી થાય તો સરકારી તિજોરીને મોટો ફાયદો થશે. જો કે આ માટે બંધારણમાં સુાધારો અને તમામ રાજકીય પક્ષોને એક મંચ પર લાવવાની જરૃર છે.

કેન્દ્રીય કાયદા પ્રાધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સંસદીય સમિતિએ લોકસભા અને રાજ્યની વિાધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવા ચૂંટણી પંચ સહિતના સંબિાધત પક્ષકારો સાથે મળીને સમીક્ષા કરી હતી. કમિટીએ આ સંબાધમાં કેટલીક ભલામણો પણ કરી હતી.
હવે આ મુદ્દો વધુ સમીક્ષા માટે ંકાયદા પંચને મોકલવામાં આવ્યો છે. કાયદા પંચ એક સાથે ચૂંટણી યોજવા માટેનું રોડમેપ અને ફ્રેમવર્ક તૈયાર કરશે.
એક સાથે ચૂંટણી યોજવાથી સરકારી તિજોરીમાં મોટા પાયે બચત થશે. આ ઉપરાંત રાજકીય પક્ષો અને ઉમેદવારોના ખર્ચમાં ઘટાડો થશે.
રિજિજુએ જણાવ્યું હતું કે એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણની પાંચ કલમોમાં સંશોધન કરવાની જરૃર પડશે. આ પાંચ કલમોમાં સંસદના ગૃહના સમયગાળાને લગતી કલમ ૮૩, રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાની કલમ ૮૫, રાજ્યોની વિાધાનસભાના સમયગાળા સાથે સંકળાયેલી કલમ ૧૭૨, રાજ્ય વિાધાનસભા ભંગ કરવા સાથે સંકળાયેલી કલમ ૧૭૪, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંકળાયેલી કલમ ૩૫૬માં સંશોધન કરવાની જરૃર પડશે.
આ પ્રસ્તાવનો અમલ કરતા પહેલા તમામ પક્ષોની સંમતિ જરૃરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક સાથે ચૂંટણી યોજવા માટે મોટા પ્રમાણમાં ઇવીએમ અને વીવીપીએટીની જરૃર પડશે. જેની પાછળ હજારો કરોડ રૃપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
બીજી તરફ ઇવીએમનો જીવનકાળ ૧૫ વર્ષનો હોય છે. એક મશીનનો ઉપયોગ ત્રણાથી ચાર વખત જ થઇ શકશે. ૧૫ વર્ષ પછી તેને બદલવામાં પણ મોટો ખર્ચ થશે. એક સાથે ચૂંટણી યોજવા માટે મોટા પ્રમાણમાં ચૂંટણી કામગીરી કરતા કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓની જરૃર પડશે.
સંસદની સ્ટેન્ડિંગ કમિટીના ૭૯માં અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકામાં નેશનલ અને પ્રોવિન્શયલ ચૂંટણી એક સાથે દર પાંચ વર્ષે યોજવામાં આવે છે. સ્વીડનમાં નેશનલ, પ્રોવિન્શિયલ અને મ્યુનિસિપાલિટીની ચૂંટણી દર ચાર વર્ષે સપ્ટેન્બરના બીજા રવિવારે એક સાથે યોજવામાં આવે છે.
- આવી ગઈ છે હવામાં જ મચ્છરોનો ખાતમો કરતી તોપ! વિશ્વાસ ના હોય તો જોઈ લો VIDEO
- માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- પોલીસે કરી સુરક્ષા સમીક્ષા, સલમાન ખાનને મળી હતી ધમકી