GSTV
Home » News » OMG! મહિનાનાં દરેક 16 દિવસનાં અંતર દરમ્યાન અંતરીક્ષમાંથી આવી રહ્યા છે અનોખા સિગ્નલ, વૈજ્ઞાનિકો પણ છે હેરાન

OMG! મહિનાનાં દરેક 16 દિવસનાં અંતર દરમ્યાન અંતરીક્ષમાંથી આવી રહ્યા છે અનોખા સિગ્નલ, વૈજ્ઞાનિકો પણ છે હેરાન

વિશ્વનાં વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત એક એવું સિગ્નલ શોધ્યું છે કે જે નિશ્ચિત અંતરાળ પર વાંરવાર અંતરિક્ષથી પૃથ્વીની તરફ સતત આવતું રહે છે. ત્યારે આ સંબંધિત પહેલૂ અત્યંત રહસ્મય છે. પરંતુ વૈજ્ઞાનિકોએ આ સિગ્નલનું નામ એફઆરબી (FRB)રાખવામા આવ્યું છે. આખરે શું છે FRB? આ સિગ્નલ્સ ક્યાંથી આવી રહ્યા છે? વૈજ્ઞાનિકોએ આ સિગ્નલની શોધ કઈ રીતે કરી, તો આવો જાણીએ આ કોયડો છે શું.

વૈજ્ઞાનિકોનું એક અનુમાન એવું પણ છે કે એફઆરબી, ૧૮૦૯૧૬ પૃથ્વીથી ૫૦ કરોડ પ્રકાશ વર્ષ દૂર કોઇ આકાશગંગાનાં બહારનાં ભાગમાંથી આવી રહ્યા છે. ત્યારે આ માટે સપ્ટેમ્બર ૨૦૧૮ થી ઓકટોબર ૨૦૧૯ સુધી રેડિયો ટેલિસ્કોપની મદદથી નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે સિગ્નલ ૪ દિવસ સુધી અનુભવી શકાતા હતા ત્યારબાદ ૧૨ દિવસ સુધી અચાનક અલોપ થઇ જતા, અને આ ચક્રનાં જેવા ૧૬ દિવસ પુર્ણ થાય કે તરત જ પાછા સિગ્નલ મહેસૂસ થવા લાગ્યા હતા. જો કે રેડિયો સિગ્નલ કયાંથી આવે છે તે વૈજ્ઞાનિકો ચોકકસ જાણી શકયા નથી.

કેનેડાનાં CHIME એટલે કે (Canadian Hydrogen Intensity Mapping Experiment)નાં વૈજ્ઞાનિકોએ 409 દિવસો સુધી આ રેડિયો તરંગોનાં ચક્ર પર સતત બાજ નજર રાખી હતી. રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ તરંગો અંતરીક્ષ માંથી સતત ચાર દિવસોથી એક ક્લાક સુધી આવતા રહ્યા હતા. આ તરંગોની અવધી અત્યંત નાની હોય છે. ત્યાર પછી તેનું આવવાનું બંધ થઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયા 12 દિવસ પછી ફરીથી શરૂ થાય છે.

કોઇ તારાઓમાંથી કોઇ બ્લેકહોલમાંથી આવતા હોવાનું માને છે. જો કે એક વાત ચોકકસ છે કે જયાંથી પણ સિગ્નલ આવતા હોય તે પદાર્થ ૧૬ દિવસનું ભ્રમણ ધરાવે છે. કેટલાક તો એવું પણ માને છે કે આ સિગ્નલ પૃથ્વી વાસીઓ માટે એલિયનના હોવા જોઇએ. એલિયન એટલે પરગ્રહનો રહેવાસી હંમેશા રહસ્યમય પ્રકરણ રહયું છે. ઉડતી રકાબીઓ જોઇ હોવાના દાખલા અને દલીલો છેલ્લા ૧૦૦ વર્ષથી ચાલે છે પરંતુ નકકર પુરાવા મળતા નથી. જો કે પૃથ્વી બહાર પણ જીવો હોવાનું વિચક્ષણ ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ પણ માનતા હતા. આથી અંતરિક્ષમાંથી ચોકકસ સમયે આવતા અને ગાયબ થતા સિગ્નલોએ રહસ્ય ઉભું કર્યું છે.

READ ALSO

Related posts

કોરોના ઇફેક્ટ: સેન્સેક્સમાં પ્રચંડ કડાકો, સોનું રૂા. 45,000ની ઐતિહાસિક સપાટીએ

Bansari

ભારતનો એશિયન કુસ્તીમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ, પાંચ ગોલ્ડ સાથે કુલ 20 મેડલ જીતીને ત્રીજા ક્રમે

pratik shah

આવ ભાઇ હરખા આપણે બે સરખા, વિપક્ષોને નિશાન બનાવવામાં ટ્રમ્પે ભારત આવીને મોદીવાળી કરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!