GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

‘ફિલ્પકાર્ટ પે લેટર’ સુવિધા શું છે ? જાણો તેનો ઉપયોગ ક્યારે કરી શકાય છે

‘ફ્લિપકાર્ટ પે લેટર’ સ્કીમ ઉધારમાં વસ્તુ ખરીદવાની સુવિધા આપે છે. આ સ્કીમનો ઉપયોગ કરી વ્યક્તિ સામાન ખરીદી શકે છે. ભારતમાં ઘણા લોકો એવું કરે છે કે પહેલા સામાન ખરીદી લે છે અને પછી ધીરે ધીરે હપ્તામાં તેના પૈસાની ચૂકવણી કરે છે. ફ્લિપકાર્ટ પે લેટરની મદદથી સામાન ખરીદ્યા બાદ આવતા મહિનાની 5 તારીખે પેમેન્ટ કરવું પડે છે. જો સમયસર પેમેન્ટ કરવામાં આવે તો તેના પર ચાર્જ લાગી શકે છે.

ફ્લિપકાર્ટ પે લેટરનો ઉપયોગ ક્યારે કરી શકાય છે?

જો તમે મહિનામાં ઘણી વખત ખરીદી કરો છો અને દર વખતે ડેબિટ કાર્ડની વિગતો અને OTP ઉમેરીને પરેશાન થઈ ગયા છો, તો પછી તમે ફ્લિપકાર્ટ પે લેટર દ્વારા ચૂકવણી કરી શકો છો

જો તમે કેશ ઓન ડિલિવરી મોડ પર સામાનનો ઓર્ડર આપ્યો છે અને ઓર્ડરની ડિલિવરી વ્યક્તિ પાસે રોકડ નથી, તો પછી ફ્લિપકાર્ટ પે લેટરનો ઉપયોગ કરી શકાય છે

જો તમારો પગાર હજી આવ્યો નથી અથવા ખર્ચ થઈ ગયો છે, તો ફ્લિપકાર્ટ પે લેટર દ્વારા જરૂરી વસ્તુઓ મંગાવી શકો છો અને પછી એ રકમને આવતા મહિને ચૂકવી શકો છો.

જો તમે મોબાઈલ કે લેપટોપ ખરીદવા ઈચ્છો છો, પરંતુ તમારી પાસે એટલા પૈસા નથી, તો તમે દર મહિને ફ્લિપકાર્ટ પે લેટર દ્વારા ચૂકવણી કરવા માટે હપ્તા બાંધી શકો છો. રૂ. 2500 થી વધુની કિંમત ધરાવતી વસ્તુઓને હપ્તામાં પણ ખરીદી શકાય છે.  

એમેઝોન પે લેટર

માત્ર ફ્લિપકાર્ટ જ નહિ પરતું એમેઝોન પણ તેના ગ્રાહકોને ઉધારમાં ખરીદી કરવાની સુવિધા પૂરી પાડે છે. એમેઝોનની ધિરાણ પ્રણાલીનું નામ એમેઝોન પે લેટર છે.

Also Read

Related posts

શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…

Padma Patel

લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ

Siddhi Sheth

Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે

Padma Patel
GSTV