વોટ આપવા માટે જે મશીનનો ઉપયોગ થાય છે. તેને ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન) કહેવાય છે. આ મશીન પર જ ગણતરી કર્યા બાદ ઉમદેવારની હારજીત નક્કી થાય છે. ચુંટણી આવતા જ ઈવીએમ ચર્ચામાં આવે છે. તેમાં ગરબડી, ખામીના પ્રશ્નો ઉદભવે છે. ત્યારે ઈવીએમ શું છે. તે કેવી રીતે કામ કરે છે. અને પહેલીવાર તેનો ઉપયોગ ક્યારે થયો હતો. તે જાણીએ.

દેશના દરેક નાગરિક માટે વોટ આપવો બહુ જ મહત્વપૂર્ણ છે. વોટ આપવામાટે વ્યક્તિ પાસે વોટર આઈડી હોવું જરૂરી છે. સાથે જ વ્યક્તિનું નામ વોટર લિસ્ટમાં સામેલ હોવું જરૂરી છે. ઈવીએમ માં બે ભાગ હોય છે. એકના માધ્યમાથી વોટ નોંધાય છે. અને બીજાથી તેને નિયંત્રીત કરવામાં આવે છે. જેને કન્ટ્રોલ યુનિટ કહેવાય છે. નિયંત્રણ મશીન મતદાન અિધકારી પાસે હોય છે. તો મતદાનનું મશીન મતદાન રૂમની અંદર રાખવામાં આવે છે. ઈવીએમની વિશ્વસનીયતા કાયમ રાખવા માટે વીવીપેટ એટલે કે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ મશીનની મદદ લેવામાં આવે છે.
વીવીપેટનો ઉપયોગ ઈવીએમ પર ઉઠાવાયેલા સવાલો બાદ જ શરૂ થયું, સૌથી પહેલા વીવીપેટનો ઉપયોગ નાગાલેન્ડના ઈલેક્શનમાં ૨૦૧૩માં થયો હતો. જેના બાદ સુપ્રિમ કોર્ટે વીવીપેટ મશીન બનાવવા અને તેના માટે રૂપિયા ફાળવવા કેન્દ્ર સરકરાને આદેશ આપ્યા હતા. વર્ષ ૨૦૧૪માં કેટલીક જગ્યાઓ પર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૦૧૪ના લોકસભા ઈલેક્શનમાં વીવીપેટનો ઉપયોગ લખનઉ, બેંગલોર દક્ષિણ, ગાંધીનગર, ચેન્નાઈ સેન્ટ્રલ, જાદવપુર, રાયપુર, પટના સાહિબ અને મિઝોરમના ચુંટણી વિસ્તારોમાં કરાયો હતો. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. વર્ષ ૨૦૧૬માં ૩૩૫૦૦ વીવીપેટ મશીન બનાવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં થયેલા પાંચ રાજ્યોના વિધાનસભા ઈલેક્શનમાં આયોગે ૫૨૦૦૦ વીવીપેટનો ઉપયોગ કર્યો હતો.
મતદાતા ઈવીએમ પર પોતાના પસંદગીના ઉમેદવારના નામની સામેવાળા બ્લ્યુ કલરના બટનને દબાવ્યા બાદ વીવીપેટ વિઝ્યુઅલી સાત સેકન્ડ સુધી જોઈ શકાય છે કે તેણે વોટ કોને આપ્યો છે. એટલ કે તેનો વોટ તેના બટન દબાવ્યા અનુસાર પડ્યો છે કે નહીં. મતદાતા જે વિઝ્યુઅલને જુએ છે, તેની જ ચિઠ્ઠી બનીને એક સીલબંધ બોક્સમાં પડે છે. જે મતદાતાને આપવામાં નથી આવતી. આ ચિઠ્ઠી પર એ ઉમેદવારનું નામ, ચુંટણી ચિહ્ન અને પાર્ટીનું નામ હોય છે. જેને મતદાતા ઈવીએમ પર વોટ આપે છે. આવામાં જો મતદાન કેન્દ્ર પર ઈવીએમની સાથે વીવીપેટ છે, તો તમે વોટ આપ્યા બાદ વીવીપેટ પર જોઈ શકાય છે. જો કોઈ અિધકારી કે મતદાર ઈવીએમ સાથે ચેંડા કરવાનો પ્રયત્ન કરશે તો તે આપોઆપ બંધ થઈ જશે અને તે અંગે ચુંટણી અિધકારીને ખબર પડી જશે. જોકે, આ નવી ટેકનોલોજીને કારણે ચુંટણીની ફરજો બજાવતા સરકારી કર્મચારીઓની જવાબદારી વધી જશે.
READ ALSO
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય