GSTV

Cryptocurrency / રોકાણકારોને આંજી દેતી શું છે ક્રિપ્ટોકરન્સી? જાણો તેના વિશે વિસ્તારમાં

ક્રિપ્ટોકરન્સી

Last Updated on November 25, 2021 by Zainul Ansari

કેન્દ્રની મોદી સરકાર નોટબંધીથી લઈને જીએસટી સહિતના આર્થિક ક્ષેત્રે સુધારને લઈને મહત્વના પગલા લઈ ચૂકી છે. ત્યારે હાલ રોકાણકારોને આંજી દે તેવી ચળકાટ ધરાવતી ડીજિટલ ક્રિપ્ટો કરન્સીને લઈને સરકાર સતર્ક બની છે. સરકાર 29 નવેમ્બરથી શરૂ થનારા શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરનારુ બિલ સંસદમાં રજૂ કરશે. ત્યારે શુ છે ક્રિપ્ટો કરન્સી જોઈએ આ અહેવાલમાં…

ક્રિપ્ટોકરન્સી

ક્રિપ્ટોકરન્સી રોકડ કે ચેક જેવી વસ્તુ નથી, જે રોકડ સ્વરૂપે હોય છે. પરંતુ ક્રિપ્ટોકરન્સી એક ડિજીટલ અને વર્ચ્યુઅલ કરન્સી છે. જે માત્ર આંકડાના રૂપમાં ઓનલાઈન રહે છે. ક્રિપ્ટોકરન્સી પર હાલ કોઈનો કન્ટ્રોલ નથી, હાલ તે સંપૂર્ણ રીતે ડિસેન્ટ્ર લાઈઝ્ડ વ્યવસ્થા છે. કોઈ પણ સરકાર કે કંપની તેની પર નિયંત્રણ કરી શકતી નથી. આ કારણે તેમાં અસ્થિરતા છે. તે બ્લોકચેન ટેક્નોલોજી અને ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ પર કામ કરે છે, તેને કોઈ હેક કરી શકતુ નથી. આ સિવાય તેમાં કોઈ છેડછાડ પણ થઈ શકતી નથી
.

સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી એટલે કે CBDC દેશની ફિએટ કરન્સી એટલે કે રૂપિયા, ડોલર કે યુરોનું એક ડિજિટલ સ્વરૂપ છે. જેને કેન્દ્રીય બેન્ક ઈસ્યુ કરે છે. સાથે જ તેની ગેરન્ટી પણ આપે છે. તે ફિએટ કરન્સી સાથે વન ટુ વન એક્સચેન્જેબલ છે. તેનાથી ટ્રાન્ઝેક્શન કોઈની પણ મધ્યસ્થી કે બેન્ક વગર થઈ જાય છે.

ક્રિપ્ટોકરન્સી

ક્રિપ્ટો કરન્સીને રિઝર્વ બેન્કે કે સરકારે કોઈ માન્યતા આપી નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની જાહેરાતો થકી રોકાણકારોને લલચાવવાના પ્રયાસ થાય છે. ત્યારે વડાપ્રધાન પણ ક્રિપ્ટોકરન્સીને લઈને ઘણા મંત્રાલયોની સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી ચુક્યા છે. સિડની સંવાદ કાર્યક્રમ સમયે પીએણ મોદી કહી ચૂક્યા છે કે, તે વાતનું ધ્યાન રાખવામાં આવે કે તે ખોટા હાથમાં ન જાય તે જરૂરી છે.

Read Also

Related posts

Health/ શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે શક્કરિયા, દરરોજ ખાવાથી થશે આ 7 અદ્ભુત ફાયદા

Damini Patel

રાજકોટ/ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતાં 30થી વધું લોકોને ઊલ્ટીઓ થવા લાગી, તાબડતોબ હોસ્પિટલમાં ખસેડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!