GSTV

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

લોકસભા ચૂંટણી 2019નું દેશભરમાં મતદાન પૂર્ણ થયું. અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જે એક્ઝિટ પોલ આવ્યા. તમામ એજન્સીઓ તરફથી રાજકીય પક્ષોને મળનારી બેઠકોનું અનુમાન લગાવાય છે. મહત્વનું છે કે એક્ઝિટ પોલ હંમેશા સાચા સાબિત થતાં નથી. જોકે કેટલીક એજન્સીઓનું અનુમાન જ સાચુ સાબિત થાય છે. તો જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી કેવીરીતે થઈ.

એક્ઝિટ પોલની શરૂઆત આ દેશમાં થઇ

દેશમાં ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી ઘણી મહત્વની માનવામાં આવે છે. આ ચૂંટણીઓના તમામ બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ સર્વે એજન્સીઓના એક્ઝિટ પોલ રજૂ થતા હોય છે. ત્યારે એક્ઝિટ પોલ કેવી રીતે થાય છે તેની શરૂઆત ક્યાંથી થઈ તે પણ રસપ્રદ છે.  નેધરલેન્ડના એક સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજનેતા માર્સેલ વાન ડૈમને એક્ઝિટ પોલના જનક માનવામાં આવે છે. અને સૌથી પહેલી વખત 15 ફેબ્રુઆરી 1967માં કરાયા હતા. આ ઓપિનિયન પોલથી અલગ હોય છે. જ્યારે મતદાતા મતદાન કરી ચૂક્યો હોય છે ત્યારે તેને પૂછાય છે કે તેણે કોને મત આપ્યો. અને તેના આધાર પર કરાયેલા સર્વેથી જે વ્યાપક પરિણામ સામે આવે છે તેના આધાર પર પરિણામો તૈયાર કરાય છે. જોકે નિશ્ચિત સંખ્યામાં સર્વે કરાય છે. તેથી આ અનુમાન દરેક સમયે સાચુ સાબિત થતું નથી.   

ઓપિનયન પોલ એક્ઝિટ પોલથી અલગ હોય છે. આ સર્વેના જનક અમેરિકાના જ્યોર્જ ગૈલપ અનને ક્લોડ રોબિંસનને માનવામાં આવે છે. સૌથી પહેલા અમેરિકાની ચૂંટણીમાં સર્વે કરાયો હતો. તેનાથી પ્રભાવિત થઈને ઈંગ્લેન્ડે 1937માં અને ફ્રાંસે 1938માં ઓપિનિયન પોલ અપનાવ્યો હતો. ઓપિનિયન પોલના પરિણામો માટે ચૂંટણીના મુખ્ચ મુદ્દાઓ પર જનતામાંથી કેટલાક લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કરાય છે. ક્યા મુદ્દા પર જનતા નારાજ છે અને સંતુષ્ટ છે તેના આધારે અનુમાન લગાવાય છે કે તે કયા પક્ષને કયા નેતાને ચૂંટશે.

ભારતમાં આવી રીતે શરૂઆત થઇ

ભારતમાં ચૂંટણી સર્વેના જનક ભારતીય જનમત સંસ્થાના પ્રમુખ એરિક કોસ્ટાને માનવામાં આવે છે. ભારતમાં ચૂંટણી દરમિયાન આ પ્રકારના સર્વેથી જનતાનું વલણ જાણવાનું કામ સૌથી પહેલા એરિક કોસ્ટાએ કર્યું હતું. ભારતમાં તેનું ચલણ વધ્યું તો સૌથી પહેલા તેને પત્રિકાઓના માધ્મયથી પ્રકાશિત કરાતા હતા. બાદમાં ટેલિવિઝનનો જમાનો આવ્યો અને ન્યુઝ ચેનલો વધી. અને દરેક ન્યુઝ ચેનલમાં ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ પ્રસારિત કરવાની પરંપરા શરૂ થઈ.

ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

ચૂંટણી પંચ દ્વારા 1999માં એક આદેશ જારી કરીને ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવ્યો હતો. બાદમાં એક સમાચાર પત્રએ તેનો વિરોધ કરીને કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે બાદ કોર્ટે પ્રતિબંધ હટાવી લીધો હતો. અને નિયમ લાગુ કરાયો કે જ્યાં સુધી ચૂંટણી પ્રક્તિયામાં અંતિમ મતદાન પૂરુ ન થાય ત્યાં સુધી ચૂંટણી સર્વે પ્રકાશિત ન કરી શકાય અને બતાવી ન શકાય.

READ ALSO

Related posts

દુનિયાભરમાં તબાહી મચાવનાર કોરોના આ દેશમાં એન્ટ્રી પણ નથી કરી શક્યો, આજુબાજુના દેશ છે સંક્રમિત

Ankita Trada

કોરોનાએ તો પ્રેમી પંખીડાને પણ એક ન થવા દીધા, આઠ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પોતાના લગ્ન અટકાવવા પડ્યા

Ankita Trada

‘દુનિયાને મદદની જરૂર છે¹ માં ની આ શિખામણ પર માસ્ક વહેંચવા નિકળ્યો બાળક, કહ્યું- પૈસા ના હોય તો ફ્રીમાં લઈ જાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!