GSTV

જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ

આધાર

આધારકાર્ડ એક ઘણા મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજો માંથી એક માનવામાં આવે છે. આધારકાર્ડમાં એક યુઝરની ઘણી જાણકારી હોય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી થનાર આધાર કાર્ડની માંગ ઘણા કામોને પુરા કરવા માટે હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ સ્કીમ છે જેમાં આધારકાર્ડ અનિવાર્ય છે.

યુઆઈડીએઆઈ આધાર કાર્ડધારકોને ઘણા પ્રકારની સહાયતા આપે છે જેનો તેઓ સરળતાથી ઉપયોગ કરી શકે છે. એવી જ એક સુવિધા છે ચેટબોટ. આધારકાર્ડને લઇને લોકોના મનમાં ઘણા સવાલ ઉભા થાય છે. એવામાં એનો સટીક જવાબ જવાબ આપવા માટે યુઝર ચેટબોટની મદદ લઇ શકે છે. એના દ્વારા કાર્ડધારક કોઈ પણ સવાલનો જવાબ તાત્કાલિત આપવામાં આવે છે.

શું છે ચેટબોટ ?

આધાર

ચેટબોટ એક સોફ્ટવેર એપ્લિકેશન છે, જે ચેટ ઇન્ટરફેસની જેમ કામ કરે છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સવાલના જવાબ આપે છે એટલે જવાબ ક્વિક અને ઓટોમેટેડ હોય છે.

ફ્રીમાં ડાઉનલોડ કરો હેન્ડબુક

એ ઉપરાંત તમે આધાર હેન્ડબુકની પણ મદદ લઇ શકો છો. યુઆઈડીએઆઈનો દાવો છે કે આધાર હેન્ડબુક દ્વારા આધારથી સંબંધિત લગભગ તમામ સવાલના જવાબ આપી શકાય છે. હેન્ડબુકને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. પીડીએફ ફાઈલ ફોર્મેટમાં https://uidai.gov.in/images/AadhaarHandbook2020.pdf પર ઉપલબ્ધ છે. જો કે UIDAI સોશિયલ મીડિયા પર સમય સમયે જરૂરી સૂચના આપતું રહે છે.

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!