GSTV

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા MLA ઈમરાન ખેડાવાલાએ ડોક્ટરો વિશે જે કહ્યું, તે દરેકે જાણવાની જરૂર છે

Last Updated on April 18, 2020 by Mansi Patel

અમદાવાદમાં ખાડિયા-જમાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય (MLA) ઈમરાન ખેડાવાલા હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં મળતી સારવાર અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જીએસટીવીને ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે કોરોના તમામ દર્દીને સારામાં સારી સારવાર મળી રહી છે. અને ડોક્ટર અને તબીબી સ્ટાફ સતત દરેક દર્દીની સંભાળ રાખી રહ્યા છે.

કોઈને નાનામાં નાની બાબતની તકલીફ ન પડે તેનું ઝીણવટભર્યું ધ્યાન રાખવામાં આવી છે. સાથે જ તેમણે લોકોને ફરી અપીલ કરી કે લોકડાઉનનો ભંગ ન કરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે. એસવીપી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે વિશેષ વોર્ડ ઉભો કરાયો છે. જ્યાં તબીબી સ્ટાફ ચોવીસે કલાક ખડેપગે રહી પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે.

14 એપ્રિલે મોડી સાંજે MLA ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી તેઓ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના પરિવારના પાંચ સભ્યોને પણ ચેપ લાગતાં તેઓ પણ સારવાર હેઠળ છે.

READ ALSO

Related posts

ઓલિમ્પિક/ તિરંદાજીમાં વર્લ્ડ નંબર વન રેન્કરે કહ્યું મેડલ પાક્કો હતો પણ આમને કારણે અમે ચૂકી ગયા, મહિના પહેલાં જ જીત્યા હતા ગોલ્ડ

Harshad Patel

કોરોના/ 29 કરોડ લોકો ભૂખે મરશે : આ દેશે લોકોને આપ્યો કોરોનાનો બુસ્ટરડોઝ, જાપાન અને ફિલિપિન્સની પણ હાલત બગડી

Damini Patel

શેરબજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છો તો આ કામ આજે પતાવી દેજો, જો નહીં કર્યું તો સોમવારે શેરની લે વેચ નહીં કરી શકોઃ જાણો ડિટેઈલ્સ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!