GSTV

કામના સમાચાર/E-Aadhar સ્વીકારવાનો કોઇ ઇનકાર કરે તો તરત જ કરો આ કામ, તમારી પાસે આ પણ છે વિકલ્પ

uidai

Last Updated on October 12, 2020 by Bansari

આધાર દેશના સૌથી જરૂરી ડોક્યુમેન્ટ્સમાંથી એક છે. મોટાભાગના કામો માટે આધાર કાર્ડની જરૂર પડે છે. બેન્ક એકાઉન્ટ હોય કે પછી કોઇ અન્ય જરૂરી કામ આધાર કાર્ડ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. UIDAI કાર્ડ હોલ્ડર્સને ઇ-આધાર (E-Aadhar)રાખવાની સુવિધા આપે છે. ઇ-આધાર (E-Aadhar)તેની ઇલેક્ટ્રોનિક કૉપી જેને પાસવર્ડ દ્વારા પ્રોટેક્ટ કરી શકાય છે. જો કોઇની પાસે આધાર કાર્ડ ન હોય તો તે પોતાનુ કામ ઇ-આધાર (E-Aadhar) દ્વારા પણ કરાવી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું ઇ-આધાર દરેક જગ્યાએ માન્ય છે કે નહીં. તો ચાલો તમને જણાવીએ આ વિશે વિગતે…

ઇ-આધારની માન્યતા

નિયમો કહે છે કે યુનિક આઇડેંટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)ની ઓફિશિયલ વેબસાઇટમાંથી ડાઉનલોડ કરવામાં આવેલા ઇ-આધાર આધાર કાર્ડ બરાબર જ માન્યતા ધરાવે છે. તમે તેને ફિઝિકલ કૉપીની જેમ જ યુઝ કરી શકો છો.

કોઇ લેવાથી કરી શકે છે ઇનકાર?

ઇ-આધારનો કોઇ પણ અસ્વીકાર ના કરી શકે. જો કોઇ ઇ-આધારને સ્વીકાર કરવાથી ઇનકાર કરે તો તમે તે સંબંધિત અધિકારી અથવા વિભાગમાં તેની ફરિયાદ કરી શકો છો.

આ રીતે મેળવો ઇ-આધાર

aadhaar

તમે UIDAIની વેબસાઇટ પર જઇને તમારુ ઇ-આધાર મેળવી શકો છો. તેન  માટે તમારે તમારો એનરોલમેન્ટ નંબર અથવા આધાર નંબર નાખવાનો છે. ઇ-આધારમાં સુરક્ષા માટે પાસવર્ડ હોય છે. તેમાં એક કોડની પણ જરૂર પડે છે.

પાસવર્ડનો કરો ઉપયોગ

આધાર કાર્ડ પાસવર્ડથી સુરક્ષિત હોય છે. તમે તમારા આધાર કાર્ડને પાસવર્ડ દ્વારા ખોલી શકો છો. જણાવી દઇએ કે આધાર કાર્ડની ઇલેક્ટ્રોનિક કૉપી પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. પાસવર્ડ તમારા અંગ્રેજી ચાર લેટર્સ કેપિટલમાં અને તે બાદ જન્મનુ વર્ષ હોય છે. ઉદાહરણ તરીકે જો તમારુ નામ રવિ (RAVI)છે અને તમારા જન્મનું વર્ષ 1994 છે તો તમારો પાસવર્ડ RAVI 1994 થશે.

Read Also

Related posts

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana

કોરોના વાયરસ/ ભારતમાં એક્ટિવ કેસોમાં સતત વધારો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!