GSTV

અગત્યનું/ એકાઉન્ટમાંથી કોઇ છેતરપિંડીથી ઉપાડી લે રૂપિયા તો ગભરાવાની જરૂર નથી, આ રીતે પરત આવી જશે તમારે એક-એક રૂપિયો

ખાતા

એક તરફ સરકાર અને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI) તમારી પાસે ડિજિટલ ટ્રાન્જેક્શનની ભલામણ કરે છે અને બીજી બાજુ આજકાલ ડિજિટલ ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યાં છે. પરંતુ બેન્ક ફ્રોડથી તમારે ગભરાવાની જરૂર નથી. હવે જો તમારા બેન્ક એકાઉન્ટમાંથી કોઇએ છેતરપિંડીથી રૂપિયા ઉપાડી લીધા હોય તો સરળતાથી તેને પરત મેળવી શકાય છે. ચાલો તમને જણાવીએ કેવી રીતે…

ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India)એ તેની રીત જણાવી છે. રિઝર્વ બેન્કનું કહેવુ છે કે જો કોઇપણ અનધિકૃત ટ્રાન્જેક્શન થાય તો તે બાદ પણ તમારા પૂરા રૂપિયા પરત મળી શકે છે. તેના માટે સતર્કતા જરૂરી છે. RBI કહે છે કે તેવા કોઇપણ ટ્રાન્જેક્શનની જાણકારી તરત જ આપીને તમે નુકસાનથી બચી શકો છો.

ભારતીય રિઝર્વ બેન્કે કર્યુ આ ટ્વીટ

રિઝર્વ બેન્કે એક ટ્વીટ કરતાં કહ્યું કે, જો અનધિકૃત ઇલેક્ટ્રોનિક ટ્રાન્જેક્શનથી તમારુ નુકસાન થયુ હોય તો તમારુ દેવુ સીમિત જ નહી પરંતુ શૂન્ય પણ થઇ શકે છે. જો તમે તમારી બેન્કને તરત જ સૂચિત કરો. એટલે કે જો તમારા ખાતામાંથી કોઇ ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયુ હોય તો તેની સૂચના તરત જ તમારી બેન્કને આપો. વિલંબ કર્યા વિના સૂચના આપવાથી તમે બચી શકો છો. આમ કરવાથી તમારા તમામ રૂપિયા તમને મળી જશે.

આ કારણે પરત મળે છે તમારા રૂપિયા

જાણકારોનું કહેવુ છે કે બેન્કો તરફથી સાયબર ફ્રોડને ધ્યાનમાં લેતા ઇન્શ્યોરન્સ પોલીસી લેવામાં આવે છે. બેન્ક તમારી સાથે થયેલા ફ્રોડની તમામ જાણકારી સીધી ઇન્શ્યોરન્સ કંપનીને આપશે અને ત્યાંથી ઇન્શ્યોરન્સના રૂપિયા લઇને તમારા નુકસાનની ભરપાઇ કરશે. સાયબર ફ્રોડથી બચવા માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ પણ લોકોને સીધુ કવરેજ આપી રહી છે.

ફ્રોડ થયાના 3 દિવસમાં કરો ફરિયાદ

FD

જો તમારા બેન્ક એકાઉન્ટમાંથી કોઇએ ખોટી રીતે રૂપિયા કાઢી લે અને તમે 3 દિવસમાં આ મામલે બેન્કમાં ફરિયાદ કરો તો તમારે આ નુકસાન નહી ઉઠાવવુ પડે. આરબીઆઇએ કહ્યું કે નિર્ધારિત સમયમાં બેન્કને સૂચના આપી દેવા પર ગ્રાહકના ખાતામાંથી છેતરપિંડી કરીને ઉપાડવામાં આવેલી રકમ 10 દિવસમાં તમારા બેન્ક એકાઉન્ટમાં પરત આવી જશે. આરબીઆઇએ તેમ પણ કહ્યું કે જો બેન્ક એકાઉન્ટમાં થયેલી છેતરપિંડીની ફરિયાદ 4થી 7 દિવસ બાદ કરવામાં આવે તો ગ્રાહકે 25,000 રૂપિયા સુધીનુ નુકસાન ભોગવવુ પડશે.

Read Also

Related posts

ભીખ માંગીને વિતાવ્યું હતું જીવન, હિંમતથી 200 ગામની 2 લાખ મહિલાઓને આ રીતે બનાવી ચૂકી છે આત્મનિર્ભર

Karan

વેક્સીન કોની ભારતની કે ભાજપની / જો તમારે પણ કોરોનાની રસી જોઈતી હોય તો, ચેક કરો તમારા રાજ્યમાં ક્યારે છે ચૂંટણી !

Pravin Makwana

દિવાળી પર બોનસની લ્હાણીઃ રેલવે, પોસ્ટથી લઈને EPFO સુધી, જાણો ક્યા કર્મચારીને મળશે કેટલું બોનસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!