GSTV
Home » News » RBIએ ફરી વધાર્યો રેપો રેટ, જાણો EMI પર શું પડશે અસર

RBIએ ફરી વધાર્યો રેપો રેટ, જાણો EMI પર શું પડશે અસર

રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટિએ વ્યાજદર વધારવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ 0.25 ટકા વધારીને 6.50 ટકા કરી દીધો છે. જે રેપોરેટ 6 ટકા વધીને 6.25 ટકા થઇ ગયો છે. આ નિર્ણયથી ઘરની લોન અને ઓટો લોનના હપ્તામાં વધારો થશે. જુનમાં પણ RBI એ રેપોરેટમાં 0.25 ટકા વધારો કર્યો હતો. આ વધારાની સાથે રેપોરેટ 6.25 ટકા પહોંચી ગયો હતો.

RBI એ રેપો રેટ 0.25 ટકા વધારી દીધા પછી બેન્કો હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની તમામ પ્રકારની લોન્સના વ્યાજ દરમાં વધારો કરી શકે છે.

EMI ની વાત કરીએ તો 20 લાખ રૂપિયાની લોન માટે પહેલા 17674 રૂપિયાનો હપ્તો હતો તે હવે વધીને 17995 રૂપિયા થઈ જશે એટલે કે 321 રૂપિયા વધી જશે. 30 લાખ રૂપિયાની લોન માટે પહેલા 26511 રૂપિયાનો હપ્તો આવતો હતો તે હવે 481 રૂપિયા વધીને 26992 રૂપિયા આવશે અને 50 લાખ રૂપિયાની લોન પર પહેલા 44986 રૂપિયાનો હપ્તો આવતો હતો તે 800 રૂપિયા વધીને 44986 રૂપિયા આવશે.

Related posts

સાંસદ મુલાયમ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં થયા દાખલ

Kaushik Bavishi

રાજ્યસભાની ચૂંટણીના વિવાદ : અહેમદ પટેલના આ જવાબથી કોર્ટે આપી તીખી પ્રતિક્રીયા

Nilesh Jethva

સુરત અગ્નિકાંડ : ન્યાયની માગ સાથે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની ધરપકડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!