શું અમીરી અને શું ગરીબી? દેશની 50 % સંપતિતો 9 ધનાઢ્યો જ ખિસ્સામાં રાખીને બેઠા છે

કોઈ કહે છે કે ગરીબી વધી છે, તો વળી કોઈ કહે છે કે ગરીબી ઘટી છે. તો આ અહેવાલ તમને વિચારવા માટે મજબુર કરશે કે શું ખરેખર પરિસ્થિતી હોઈ શકે. વર્ષ 2018માં ભારતમાં કરોડપતિઓની સંપત્તિમાં દૈનિક 2200 કરોડનો વધારો જોવામાં આવ્યો હતો. ઓક્સફેમના રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશના એક ટકા અમીરોની સંપત્તિમાં વર્ષ 2018માં 39 ટકાનો વધારો થયો હતો.

જ્યારે દેશના સૌથી ગરીબ માનવામાં આવતા લોકોની સંપત્તિમાં ફક્ત ત્રણ ટકાનો વધારો થયો હતો. આ અભ્યાસ પ્રમાણે, ભારતમાં 9 અમીરો પાસે દેશની અડધી સંપત્તિ છે. જ્યારે આશરે દેશની 60 ટકા વસ્તી પાસે ફક્ત 4.8 સંપત્તિ રહેલી છે. વૈશ્વિક સ્તરે 2018માં કરોડપતિઓની સંપત્તિમાં 12 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો. જ્યારે સૌથી ગરીબ માનવામાં આવતા લોકોની સંપત્તિમાં 11 ટકાનો ઘટાડો થયો હતો.

દાવોસમાં આયોજિત થનારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પહેલા ઓક્સફેમ તરફથી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની સૌથી ગરીબ 10 ટકા વસ્તી એટલે કે આશરે 13.6 કરોડ લોકો 2004થી સતત દેવામાં ડૂબેલા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter