GSTV
Home » News » તમારા હાથની આ રેખા જણાવે છે કેવું હશે તમારું વૈવાહિક જીવન

તમારા હાથની આ રેખા જણાવે છે કેવું હશે તમારું વૈવાહિક જીવન

સામુદ્રિકશાસ્ત્રના જ્ઞાનથી વ્યક્તિા હાથની રેખાઓ પરથી ભવિષ્યવાણી કરી શકાય છે. હસ્તરેખા પરથી એ પણ જાણી શકાય છે કે વિવાહના યોગ ક્યારે બનશે અને તે વ્યક્તિનું લગ્નજીવન કેવું રહેશે. જે વ્યક્તિના હાથમાં વિવાહ રેખા એકદમ સાફ અને સીધી હોય છે તેમનું વૈવાહિક જીવન સુખપૂર્વક પસાર થાય છે. જે લોકોની હાથની આ રેખા વારંવાર તુટતી હોય તેમના દાંપત્યજીવનમાં પણ સમસ્યાઓ આવે રાખે છે. આવી વિવાહ રેખા જીવનમાં આવનારી સમસ્યાઓનો સંકેત હોય છે. 

વિવાહ રેખા જો વચ્ચેથી તુટી જતી હોય તો તે લગ્ન વિચ્છેદ તરફ ઈશારો કરે છે. જેમની હથેળીમાં વિવાહ રેખા અને હૃદય રેખા પાસે હોય તેમના લગ્ન ઝડપથી થાય છે અને જેમના હાથમાં વિવાહ રેખા આંગળી અને હૃદય રેખા વચ્ચેથી નીકળતી હોય તેના લગ્ન થવામાં સમય લાગે છે. 

જે લોકોના હાથમાં વિવાહ રેખા સૂર્ય પર્વત તરફ નમેલી હોય છે તેવા વ્યક્તિને ધનવાન જીવનસાથી મળે છે અને સંપૂર્ણ જીવન તે સુખમયી રહે છે. જેમના હાથમાં એક કરતા વધારે વિવાહ રેખા હોય તો તેના પ્રેમ પ્રસંગ વધારે હોય છે.

Read Also

Related posts

ગૌરવ દહિયા પ્રકરણમાં નવો વળાંક, ‘પીડિતા પાસે રહેલું બાળક મારું નથી’

Mayur

રંગીલા રાજકોટનો મેળો જ્યાં કુલ્ફીમાંથી નીકળે છે જીવાત

Mayur

Amazonની આ નવી સર્વિસ, ફક્ત બે કલાકમાં જ તમારો સામાન તમારા સુધી પહોંચી જશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!