6 એપ્રિલ, 1980ના દિવસે જનતા પાર્ટીથી અલગ થઈને ભારતીય જનસંઘના નેતાઓએ ભાજપની રચના કરી હતી. અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ બનતી વખતે એલાન કર્યુ હતુ કે પાર્ટીનું અધ્યક્ષ પદ એ અલંકારની વસ્તુ નથી. આ સમ્માન નથી પણ પડકાર છે.
તેમણે જયપ્રકાશ નારાયણને એક વિચારધારા ગણાવીને તેમના સપના પુરાં કરવા માટે ભાજપની રચના કરાઈ હોવાનો દાવો કર્યો હતો. રાજકારણમાં નૈતિકતાની વાત કરીને ભાજપને પાર્ટી વિથ ડિફરન્સ બનાવવા માટે તેને ખુરશીનો ખેલ નહીં બનાવવાની હાકલ પણ કરી હતી.
અટલજીએ ભાજપના પ્રથમ રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યુ હતુ કે પદ, પ્રતિષ્ઠા અને પૈસા પાછળ પાગલ થનારા લોકો માટે પાર્ટીમાં કોઈ સ્થાન નથી