GSTV

રાહુલ ગાંધી ચૂંટણી લડવાનું ફાઈનલ કરે એ પહેલા સ્મૃતિ ઈરાની આ શું બોલી ગયાં?

Minister Smriti Irani

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડે તેવી અટકળ તેજ બનતા અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કટાક્ષ કર્યો. તેમણે જણાવ્યુ કે, રાહુલ ગાંધીને અમેઠીની જનતાએ હવે જાકારો આપ્યો છે. ભાજપે સ્મૃતિ ઈરાનીને ફરીવાર અમેઠી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. સ્મૃતિ ઈરાનીએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે કોંગ્રેસના મહાસચિવ અને કેરળના પૂર્વ સીએમ ઓમાન ચાંડીએ એક નિવેદનમા જણાવ્યુ હતુ કે રાહુલ ગાંદીને વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાની અપીલ કરવામાં આવી છે.

વાયનાડ બેઠક પર કોંગ્રેસના નેતા એમએલ શાહનવાઝ છેલ્લી બે ટર્મથી જીતતા આવ્યા છે. જેથી કેરળના કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધીને વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવા અપીલ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી વાયનાડ બેઠક પર ચૂંટણી લડશે તો આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં કોંગ્રેસની પકડ વધુ મજબૂત થઈ શકે છે.

READ ALSO

Related posts

2020માં સિલ્વર સ્ક્રિન પર રાજ કરશે અક્ષય કુમાર , બોલીવુડના ખેલાડી પર ખેલાયો રૂપિયા 500 કરોડનો જુગાર

Bansari

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!