GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

CAA પર સત્યા નડેલાએ શું કહ્યું હતું, જેના પર થયો વિવાદ? જાણો શું છે સમગ્ર મામલો

નાગરિકતા સંશોધન કાયદાને લઈને માઈક્રોસોફ્ટના સીઈ સત્યા નડેલાએ નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે, નવા કાયદાને લઈને જે થઈ રહ્યુ છે તે દુખદ છે. દુનિયાન દરેક દેશને પોતાની સરહદને પરિભાષિત અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્વિત કરવાનો અધિકાર છે. લોકશાહીમાં આ તમામ વસ્તુ જનતા અને સરકાર વચ્ચે ચર્ચાથી પારિભાષિત થાય છે.

નડેલાનું નિવેદન એવા સમયે સામે આવ્યુ જ્યારે દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનને બોલિવુડની હસ્તી પણ સમર્થન  આપી રહી છે.  તો બીજી તરફ જામિયા મિલિયા જેવી યુનિવર્સિટીમાં એક માસથી વિદ્યાર્થીઓ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

સીએએ અને એનઆરસીના વિરોધમાં હવે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નદાલે પણ જોડાયા છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં જે કઇ થઇ રહ્યું છે તે દુ:ખદ છે. તેમણે ભારતમાં રહેલા નાગરિકોને બહાર ન કાઢવાની પણ અપીલ કરી અને કહ્યું કે ભારતમાં જે કઇ થઇ રહ્યું છે તે દુ:ખદ છે. 

બઝફીડન્યૂઝના એડિટર ઇન ચીફ બેન સ્મિથે ટ્વિટર પર લખ્યું હતું કે ભારતમાં જે કઇ થઇ રહ્યું છે તે અંગે જ્યારે ભારતમાં જ જન્મેલા સત્યા નદાલેને પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે ભારતમા વર્તમાન સમયમાં જે કઇ થઇ રહ્યું છે તે અતી દુ:ખદ છે અને એટલુ જ ખરાબ પણ છે. હું ઇચ્છું છું કે કોઇ બાંગ્લાદેશી કે જે ભારતમાં આવી વસ્યો હોય તે શરણાર્થી ભારતમાં બહુ મોટુ નામ કરે અને ભારત માટે કામ કરે અથવા તો માઇક્રોસોફ્ટનો આગામી સીઇઓ પણ બને. 

સીએએ અને એનઆરસીને લઇને માત્ર ભારત જ નહીં વૈશ્વિક સ્તરે તેની અસર જોવા મળી રહી છે, અમર્ત્ય સેન જેવા નિષ્ણાતો, રામચંદ્ર ગુહા જેવા ચિંતકો સહીત અનેક લોકો આ કાયદાનો વિરોધ કરી ચુક્યા છે અને સાથે સરકારને અપીલ કરી છે કે તેઓ તાત્કાલીક ધોરણે આ કાયદાને પરત લે અને એનઆરસીને લાગુ ન કરે.

Read Also

Related posts

સુશાંત કેસ: મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમમાં રજુ કર્યો જવાબ, સીબીઆઈ તપાસનો કર્યો વિરોધ

pratik shah

આપત્તિ બની અવસર: કોરોના કાળ બાદ આ 4 સેક્ટરમાં જોવા મળશે મોટા પ્રમાણમાં ગ્રોથ

pratik shah

દિલ્હી સરકારની આ પોલીસીમાં મળશે સૌથી વધારે ઈન્સેન્ટિવ, ટુ-વ્હીલર અને કાર પર મળશે આટલી સબ્સિડી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!