GSTV

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપના નિવેદનની પાકિસ્તાન પર અસર, વિદેશ મંત્રીએ કહ્યુ કે…

Last Updated on February 25, 2020 by Ankita Trada

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારે કહ્યુ હતુ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ભારતના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનને લઈને જે કહ્યુ છે, તેના મહત્વને નકારી શકાય નહી. ઉળ્લેખનીય છે કે, ટ્રંપે સોમવારે ભારતના પ્રવાસ દરમિયાન અમદાવાદમાં કહ્યુ હતું કે, પાકિસ્તાન સાથે પણ અમેરિકાના સારા સંબંધ છે. તેથી જ પાકિસ્તાની વિદેશી મંત્રીએ કહ્યુ કે, અમેરિકન રાષ્ટ્રપતિનું આ કહેવું ખૂબ જ મહત્વનું બની જાય છે.

અમેરિકા-પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ

ટ્રંપે કહ્યુ હતું કે, અમેરિકાના પાકિસ્તાન સાથે સારા સંબંધ છે. તેથી અમે આશા રાખીએ છીએ કે, પાકિસ્તાનની મદદથી દક્ષિણ એશિયામાં શાંતી અને સ્થિરતા આવશે. ટ્રંપના આ નિવેદન પર પાકિસ્તાની વિદેશી મંત્રીએ કહ્યુ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન અસાધારણ છે.

ભારત કશ્મીર મુદ્દે સકારાત્મક ભૂમિકા ભજવે

મહમૂદ કુરૈશીએ કહ્યુ કે, ટ્રંપ ઈચ્છે છે કે, આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બની રહે. જેમાં ભારત સકારાત્મક ભૂમિકા નિભાવે. આ વસ્તુ ત્યારે જ શક્ય બની શકે છે, જ્યારે કશ્મીરને લઈને સમાધાન થશે. જો કે, ભારતની વર્તમાન સરકારે કશ્મીરની સમસ્યાને વધુ કપરી બનાવી દીધી છે. ભારત સરકારે 5 ઓગષ્ટના રોજ જે નિર્ણય લીધો તેનાથી કશ્મીરની ઓળખ પ્રભાવિત થઈ છે. કશ્મીરમાં છેલ્લા 206 દિવસથી લોકોને કેદ કરીને રાખવામાં આવ્યા છે. તે પરિસ્થિતીમાં હાલત કેવી રીતે સુધરશે ?

ભારતના આ નિર્ણયનો વિશ્વભરમાં પ્રભાવ પડશે

કુરૈશીએ કહ્યુ કે, ભારતે નવો નાગરિકતા કાયદો બનાવીને પોતાનો ઈરાદો જાહેર કરી દીધો છે. તેમણે કહ્યુ કે, ભારત આટલું બધુ કરી રહી છે, તેમાં શાંતિ અને સ્થિરતાની આશા કેવી રીતે કરવામાં આવી શકે છે. ભારતના આ નિર્ણયને કારણે વિશ્વભરમાં પ્રભાવ પડશે. વધુમાં પાકિસ્તાની વિદેશ મંત્રીએ કહ્યુ કે, ભારત પોતાના વ્યવહાર અને નીતિઓની સમીક્ષા કરી રહ્યુ છે. ટ્રંપે સ્પષ્ટપણે કહી દીધુ છે કે, આતંકવાદ વિરુદ્ધની જંગમાં પાકિસ્તાન અમેરિકાનો ભાગીદાર છે. અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયામાં પણ પાકિસ્તાનની મુખ્ય ભૂમિકા છે. કારણ કે, આ સમગ્ર વિસ્તારમા પાકિસ્તાનનો મુખ્ય રોલ છે.

CAA વિરુદ્ધ હિંસાને રાષ્ટ્રપતિ ટ્રંપે પોતાની આંખે જોઈ

મહમૂદ કુરૈશીએ કહ્યુ કે, CAA ની વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હિંસાને રાષ્ટ્રપતિ ટ્રંપે પોતાની આંખે જોયુ છે. સાથે જ ટ્રંપના ભારતીય પ્રવાસી પાકિસ્તાની મીડિયામાં પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનના અગ્રણી અખબાર ડૉને ટ્રમ્પની મુલાકાત અંગે સંપાદકીય ટિપ્પણી લખી છે.

મોદી-ટ્રંપ વચ્ચે ઘણી સમાનતા છે

ડૉનને સંપાદકીયમાં લખ્યુ છે કે, વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપમાં ઘણા પ્રકારની સમાનતાઓ છે. આ બંને નેતાઓએ સત્તાના મુખ્ય પદ પર પહોંચવા માટે દક્ષિણપંથી લોકપ્રિયતાવાદનો સહારો લીધો છે. બંને નેતાઓએ લઘુમતિઓની કિંમત પર બહુસંખ્યકવાદને પ્રત્સાહન આપ્યુ છે. આજે બંને નેતાઓ ભલે પોતાની આટલી ગાઢ મિત્રતા દર્શાવી રહ્યા હોય, પરંતુ આ તે જ મોદી છે જેને અમેરિકાએ 2005થી વડાપ્રધાન બન્યા ત્યાં સુધી પોતાના દેશમાં એન્ટ્રી માટે વિઝા આપવાની મનાઈ ફરમાવી દીધી હતી. અમેરિકાએ 2002માં ગુજરાત દંગાને લઈને મોદી પર પ્રતિંબધ લગાવ્યો હતો. ટ્રંપે તે જ મોદીને ભારતનો સૌથી સફળ નેતા ગણાવ્યા છે.

ટ્રંપે ભારતીય લોકતંત્રના વખાણ કર્યા

ડૉને લખ્યુ છે કે, ટ્રંપ ભલે કહ્યુ કે, પાકિસ્તાના સાથે અમેરિકાના ખૂબ જ સારા સંબંધ છે, પરંતુ તેમણે હવે કાશ્મીર મુદ્દા પર પણ વાત કરવી જોઈએ. જીઓ ટીવીને પોતાની વેબસાઈટ પર ટ્રંપના પ્રવાસને લઈને એક વિશ્વેષણ છાપ્યુ છે. જાવેદ એમ ગોરાયાના વિશ્લેષણમાં લખવામાં આવ્યુ છે કે, ટ્રંપે ભારતીય લોકતંત્રના વખાણ કર્યા છે, પરંતુ કશ્મીર વિશે એક પણ શબ્દ લખ્યો નથી. 80 લાખ લોકો 5 ઓગષ્ટ 2019 થી કેદ છે, પરંતુ ત્યાંના લોકતંત્રના વખાણ કરી ચૂક્યા છે. ત્યાં સુધી કે, ટ્રમ્પે ભારતના નિવેદકનો પણ પુનરોચ્ચાર કર્યો કે, આતંકવાદ પાકિસ્તાની સરહદથી સંચાલિત થાય છે. આ એવુ છે કે, જેવી રીતે ભારત પાકિસ્તાનને FATF બેન કરાવવા માટે યુક્તિ આપે છે. ટ્રંપે ત્યાં સુધી કહી દીધુ છે કે, અમેરિકા પાકિસ્તાનની સાથે સીમા પર આતંકવાદ સામે લડવા માટે સાથે મળીને કામ કરી રહ્યુ છે.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

મોદી સરકાર ભરાશે/ પેગાસસ જાસૂસીમાં હવે નીતિશકુમારે ઉઠાવ્યો સવાલ, સરકારે કરવી જોઈએ તપાસ

pratik shah

વિદેશી વેક્સિન મામલે ભારતને લાગ્યો સૌથી મોટો ઝટકો, જ્હોનસને ઈમરજન્સી ઉપયોગની મંજૂરીની અરજી પરત ખેંચી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!