GSTV
ANDAR NI VAT Trending

માયાવતીએ એવું તો શું કહ્યું કે તેની જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાએ ચકિત થઈ ગયા?

લોકસભા અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા બહુજન સમાજ પાર્ટી ના સુપ્રીમો માયાવતીએ એક એવો નિર્ણય લીધો છે જેનાથી સૌ કોઈ ચોકી ગયા છે. આ બાબતે પૂર્વ મુખ્યમંત્રી માયાવતી એ ટ્વીટ કરીને કહ્યું હતું કે, બીએસપી દ્વારા પાર્ટીના મીડિયા સેલનું પુનર્ગઠન પ્રસ્તાવિત છે.

આ પરિસ્થિતિમાં નવા મીડિયા સેલનું ગઠન થવા સુધીમાં અત્યાર સુધી કોઈ પાર્ટીના પ્રવક્તા નથી. અંતઃ ધરમવીર ચૌધરી સહિત પાર્ટીના જે પણ લોકો મીડિયામાં પોતાની વાત રાખે છે તેને તે પોતાનો ખાનગી મત માનવામાં આવશે. પાર્ટીના અધિકારીક વક્તવ્યમાં તેની ગણના થશે નહીં. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બીએસપી ના રાષ્ટ્રીય પ્રવક્તા ધર્મવીર ચૌધરીએ માફિયા અતિક અહમદના પરિવારનો બચાવ કરતા cbi ની તપાસની માંગ લઈને ટ્વિટ કર્યું હતું. અને તે ટ્વિટ બાદ ઘણા વિરોધ થયા હતા ઉપરાંત બીએસપી નેતાના નિવેદનને લઈને પાર્ટી ઉપર પણ કેટલાક સવાલો ઉઠ્યા હતા.

સ્થિતિને સંભાળનાર તરીકે ઓળખાતા માયાવતીએ આવો કઠોર નિર્ણય લઈને વધુ એક સૌ કોઈને ચોકાવી તો દીધા જ છે પરંતુ તેમની નિર્ણય લેવાની શક્તિ વિશે પણ લોકોને ઓળખ કરાવી દીધી છે. માયાવતીએ સૌ સમાનની વાત આ નિર્ણયથી સાબિત કરી બતાવી હોય એમ લાગે છે.

Related posts

VIDEO/ વ્યક્તિએ બનાવ્યું આમલેટવાળું ચાઉમીન, જોતા જ ભડકી પબ્લિક, બોલી- બસ કરો અંકલ

Siddhi Sheth

ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી

Vishvesh Dave

Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત

Siddhi Sheth
GSTV