અરવિંદ કેજરીવાલે એવું શું કહેલું કે શીલા દીક્ષિત દિલ્હીની ચૂંટણી હારી ગયેલા

sheila Dikshit

દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની અટકળોને પૂર્વ મુખ્યપ્રધાન શીલા દિક્ષીતે ફગાવી દીધી છે. દિલ્હી કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ શીલા દિક્ષીતે જણાવ્યું કે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધનની કોઇ શક્યતા જ નથી. શીલા દિક્ષીતે કહ્યું કે તેમણે ક્યારેય આ પ્રકારનું કોઇ નિવેદન આપ્યું જ નથી. તેમના નિવેદનને ખોટા અર્થમાં રજૂ કરાઇ રહ્યું છે. તેમણે કહ્યું કે આપની સાથે મળીને કામ કરવાનો કોઇ રસ્તો શક્ય જ નથી.

અમે આપની સાથે ગઠબંધનના વિકલ્પ પર વિચાર પણ નથી કરી રહ્યા. શીલા દિક્ષીતે ભલે આપ સાથે ગઠબંધનની શક્યતા ફગાવી હોય. પરંતુ પક્ષમાં ગઠબંધનને લઇને હજુ સુધી એક મત ન હોવાનું કોંગ્રેસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે શીલા દિક્ષીતે પદ સંભાળતા જ ભાજપે ગઠબંધન મુદ્દે શીલા દિક્ષીત પર કટાક્ષ કર્યો.

ભાજપના નેતા વિજય ગોયલે જણાવ્યું કે શીલા દિક્ષીતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન અરવિંદ કેજરીવાલે જે રીતે આરોપો લગાવ્યા અને જે રીતે કેજરીવાલની સામે તેમની હાર થઇ તે શીલા દિક્ષીત ભૂલ્યા નહીં હોય.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter