GSTV
Home » News » એવું શું કર્યું અમિત શાહે કે ગોવામાં લડખડી ગયેલી ભાજપ બચી ગઈ?

એવું શું કર્યું અમિત શાહે કે ગોવામાં લડખડી ગયેલી ભાજપ બચી ગઈ?

મનોહર પર્રિકરના નિધન બાદ ગોવા વિધાનસભાના અધ્યક્ષ પ્રમોદ સાવંત હવે ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાત્રે બે વાગ્યે પદ અને ગોપનિયતાના તેમણે શપથ ગ્રહણ કર્યા. પ્રમોદ સાવંતની સરકારમાં સહયોગી અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના સુધીન ધવલિકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈએ ઉપ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. ગોવામાં જોડતોડ કરી સરકાર બચાવવાનો શ્રેય અમિત શાહ અને નીતિન ગડકરીને જાય છે. પણ કેવી રીતે ગોવામાં શાહ અને ગડકરીએ ગઠબંધન કરી સરકાર બચાવી લીધી તે કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી.

મનોહર પર્રિકરના નિધનની ખબર આવતાની સાથે જ રાજ્યમાં સરકાર બનાવવાની જવાબદારી કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને સોંપવામાં આવી હતી. મનોહર પર્રિકરના નિધનની ખબર આવતાની સાથે જ નીતિન ગડકરી 17 માર્ચ રાત્રે ગોવાની સિડાડા હોટલમાં પહોંચી ગયા હતા. જ્યાં ગડકરીએ પોતાના સહયોગી દળ એમજીપી, ગોવા ફોરવર્ડ પાર્ટી અને ત્રણ અપક્ષ ધારાસભ્યોની મુલાકાત લીધી હતી. લગભગ બે કલાક સુધી આ મીટીંગ ચાલી. મુલાકાતમાં નીતિન ગડકરીએ તમામ પાર્ટીઓ પાસેથી સમર્થન માગ્યું. પણ 6 ધારાસભ્યોની ટોળકી બનાવી ચૂકેલા વિજય સરદેસાઈને ખ્યાલ હતો કે સરકારનું રિમોટ કંન્ટ્રોલ તેમની પાસે છે. બીજેપી પર દબાણ બનાવવા માટે વિજય સરદેસાઈનો સાથ એમજીપીની સુધિન ઢવલીકરે પણ આપ્યું. જેથી ગડકરી દબાણમાં આવી ગયા હતા, પણ આખરે છેલ્લી બાજી ગડકરીએ રમી સામેની પાર્ટીઓને વિચારતા કરી દીધા.

Union Minister Nitin Gadkari

બંને દળોએ પહેલા તો બીજેપી તરફથી આપવામાં આવેલા શ્રીપાદ નાયકના નામને નામંજૂર કર્યું અને બીજેપી સામે તેમના જ મુખ્યમંત્રીની માગ કરી. પણ આ માગ બીજેપીને મંજૂર નહોતી. તે પણ જાણતા હતા કે ભાજપ તેમના પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે. પણ બીજેપી પર દબાણ નાખીને વધારેમાં વધારે ફાયદો થાય તેવું પાર્ટીઓ ઈચ્છતી હતી.

ગડકરીને ચેતવણી પછી સહયોગી દળો નબળા પડ્યા

આગલા દિવસે સવારે જ્યારે બીજેપીની તરફથી સ્પીકર પ્રમોદ સાવંતનું નામ આગળ આવ્યું ત્યારે નીતિન ગડકરી સત્તત વિજય સરદેસાઈ અને ઢવલીકરને મનાવવાની કોશિષ કરી રહ્યા હતા. પણ બંને પાર્ટીએ બીજેપી સામે મોટી માંગો રાખી હતી. નીતિન ગડકરીએ સાફ શબ્દોમાં કહી દીધું કે, તેમની માગો માનવામાં નહીં આવે તો તેઓ બીજેપી હાઉસ નિલંબિત કરશે અથવા તો ડિઝોલ્વ કરવાથી જરા પણ પાછળ નહીં હટે. ગડકરીની આ ચેતવણી બાદ બંને પાર્ટીઓ નબળી પડી ગઈ. પણ બીજેપીની સામે નવો પ્રસ્તાવ રાખવા માટે સોમવારે બપોરે ફરી બીજેપી અને અન્ય પક્ષોની મીટીંગ થઈ. આ બેઠકમાં પ્રમોદ સાવંતના નામ પર મહોર મારવામાં આવી.

બીજેપી રાજ્યમાં બે ઉપમુખ્યમંત્રી રાખવા નહોતી માગતી. પણ સહયોગી દળો પોતાની માગ પર અડગ હતા. એ વચ્ચે નીતિન ગડકરીને અમિત શાહનો સાથ મળ્યો. બંનેએ મળીને રણનીતિ તૈયાર કરી. તેમણે વિજય સરદેસાઈને ઉપમુખ્યમંત્રી પદ સોંપ્યું અને 6 ધારાસભ્યોને પોતાના ખિસ્સામાં લઈ લીધા. હવે એમજીપી પર દબાણ લાદવા માટે તાત્કાલિક બાબૂ આઝગાંવકર અને દિપક પાઉસકર સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી. જે આ પહેલા પણ ભાજપમાં સામેલ થવા માટે સંપર્ક કરી ચૂક્યા હતા. એટલે ભાજપ માટે રસ્તો સાફ હતો ખાલી ગાડીને ધક્કો મારવાની હતી.

બીજેપીએ ઉપ મુખ્યમંત્રી પદ આપ્યું પણ મહત્વના વિભાગ પોતાની પાસે રાખ્યા

એમજીપીના ત્રણ ધારાસભ્યો જેમાંથી બે ધારાસભ્યો પાર્ટી છોડીને જાય તો પણ એન્ટી ડિફેક્શન લાગુ નહીં થઈ શકે. આ કરવાથી સુદીન ઢવલીકર પર દબાણ વધ્યું. આ ચાલથી સુદીન નીતિન ગડકરીને મળવા સામેથી આવ્યા. રાત્રે 10 વાગ્યે સુદીન સિડાડા હોટેલ ખાતે ગોવામાં પહોંચ્યા. નીતિન ગડકરી સાથે થોડી વાર મુલાકાત થઈ. જે પછી ગડકરીએ એમજીપીના બંને ધારાસભ્યો બાબૂ આઝગાંવકર અને દિપક પાઉસકર, બીજેપીના તમામ ધારાસભ્યો, ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ, ત્રણ નિર્દલીય ધારાસભ્યોને મળવા માટે બોલાવ્યા. રાત્રે લગભગ 11.30 વાગ્યે બેઠકની શરૂઆત થઈ હતી અને એક કલાક બાદ નીતિન ગડકરીએ એલાન કર્યું કે રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા જઈ રહી છે.

નવ કેબિનેટ મંત્રીઓએ શપથ લીધી, બે બન્યા ડેપ્યુટી સીએમ

સીએમ પ્રમોદ સાવંત સિવાય રાજ્યપાલે 9 કેબિનેટ મંત્રીઓને શપથ ગ્રહણ કરાવ્યા. જેમાં એમજીપીના મનોહર અઝગાંવકર, બીજેપીના મૌવિન ગોડિન્હો, વિશ્વજીત રાણે, મિલન્દ નાઈક અને નિલેશ કૈબરલ, ગોવા ફોરવર્ડ પાર્ટીના વિનોદ પલ્યેકર અને જયશે સાલગાંવકર અને અપક્ષ ધારાસભ્ય રોહન ખૈતાન અને ગોવિંદ ગાવડેનો સમાવેશ થાય છે. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના સુદીન ધવલિકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ અને ઉપ મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા.

READ ALSO

Related posts

આગામી બે દિવસ સુધી ગુજરાતના આ 6 જિલ્લામાં વરસાદ પડવાની છે આગાહી, ખેડૂતો ફસાયા

Nilesh Jethva

સોશિયલ મીડિયા સાથે આધાર લિંક કરવા મામલે સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય, મોદી સરકારે આપ્યો આ જવાબ

Bansari

બૉયફ્રેન્ડ ઘરે ન હતો તો તેના દિકરા સાથે માણ્યુ સેક્સ, અશ્લીલ વીડિયો મોકલતી અને…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!