GSTV
Home » News » રાવણના મુખમાંથી નીકળેલા છેલ્લા શબ્દો શું હતાં? આજે પણ તમારા જીવન પર છે તેની અસર

રાવણના મુખમાંથી નીકળેલા છેલ્લા શબ્દો શું હતાં? આજે પણ તમારા જીવન પર છે તેની અસર

ભગવાન રામના હાથે જ્યારે લંકા પતિ રાવણનો વધ થયો તો તેણે લક્ષ્ણને કેટલીક વાતો જણાવી હતી. રાવણે પોતાના છેલ્લા શબ્દોમાં પોતાની ભૂલોનો ઉલ્લેખ કર્યો હતો. રાવણના મુખમાંથી નીકળેલા તે છેલ્લા શબ્દો આજે પણ લોકોના જીવનમાં એકદમ ફિટ બેસે છે. ચાલો જાણીએ રાવણને મુખે છેલ્લે કઇ ચાર વાત નીકળી હતી.

પોતાના સારથી, દરવાન, નોકર અને ભાઇ સાથે દુશ્મની ન કરો. તે ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે. પોતાની જાતને હંમેશા વિજેતા માનવાની ભૂલ ન કરો, ભલે દર વખતે જીત તમારી જ થાય.

હંમેશા તે મંત્રી કે સાથી પર ભરોસો કરો જે તમારી આલોચના કરે. સાથે જ તમારા દુશ્મનને ક્યારેય નબળો કે નાનો ન સમજો, જેવી ભૂલ હનુમાનના મામલે થઇ.

એવો ગુમાન ક્યારેય ન રાખો કે તમે કિસ્મતને હરાવી શકો છો. ભાગ્યમાં જે લખ્યુ હશે તે ભોગવવું પડશે. ઇશ્વરને પ્રેમ કરો કે નફરત, પરંતુ જે પણ કરો તે પૂરા સમર્પણ સાથે કરો.

જે રાતા જેટલુ ઇચ્છે છે, તેણે લાલચથી દૂર રહેવાનું શીખવુ પડશે નહી તો જીત શક્ય નથી. રાજાએ બીજાની ભલાઇ કરવા માટે મળતી નાની-નાની તકોને હાથમાંથી જતી ન કરવી જોઇએ.

Read Also

Related posts

ઇસ્લામિક દેશોના ખલીફા બનવા રેચપે ટ્રમ્પના લેટરને કચરા પેટીમાં ફેંકી દીધો, જગત જમાદારની ઐસીતૈસી

Mayur

ભાગ્ય દર્પણ- કેવો રહેશે તમારા માટે શનિવારનો દિવસ અને જન્મ કુંડલીમાં રહેલા દોષોને દૂર કરવા શું કરવું જોઈએ?

Dharika Jansari

ચિદમ્બરમ બાદ એનસીપીના આ નેતાની સરકારે બગાડી દિવાળી, મહારાષ્ટ્ર ઇલેક્શન ભારે પડશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!