GSTV
Life Relationship Trending

મારી ના ના છતાં પણ પડોશમાં રહેતી પરિણીતાએ મારી સાથે બાંધી લીધા શારીરિક સંબંધો, હવે મને છે આ ડર

પ્રશ્ન: પ્રથમ સંભોગ બાદ સતત નવ માસ સુધી ગર્ભનિરોધક સાધનો વગર સંભોગ કરવામાં આવે તો કેટલી વખત ગર્ભ રહી શકે?- રણછોડજી મૂછાળા, રાજકોટ

ઉત્તર: સ્ત્રીને પ્રતિમાસ એક બીજ એની ઑવરિઝ (બીજાશય)માંથી છૂટું થઇને બહાર આવે. આ બીજ સાથે જો કોઇ પુરુષના વીર્યજંતુનો સંયોગ થાય તો ગર્ભ રહે. ગર્ભ રહ્યા પછી બીજ બહાર પડતું નથી. તેથી ગર્ભ રહ્યા પછી તમે લખો છો તેટલા માસમાં એક જ ગર્ભ રહેલો હોય છે તે જ્યાં સુધી ગર્ભાશયમાં વિકસતો હોય ત્યાં સુધી બીજો ગર્ભ રહે નહિ.

પ્રશ્ન: એક વર્ષ પહેલાં પડોશમાં રહેતી પરિણીત સ્ત્રીએ મને તેની સાથે સંભોગ કરવા મજબૂર કરેલો તો આની અસર મારા લગ્નજીવન પર પડી શકે?- એક ભાઇ, અમદાવાદ

ઉત્તર: આ કોઇ શારીરિક સમસ્યા નથી. તમે ફરી આવો સંબંધ બાંધો નહિ અને આવી વ્યક્તિ સાથે પરિચય ચાલુ રાખો નહિ તો લગ્નજીવન પર કોઇ અસર પડે નહિ. જો લગ્ન પછી પણ આવા સંબંધો ચાલુ રહે તો સ્વાભાવિક છે કે પત્નીને જાણ થતાં દાંપત્યજીવનમાં સંઘર્ષ ઊભો થાય.

પ્રશ્ન: કોઇ પણ સ્ત્રીનાં મદમસ્ત સ્તનો જોઉં છું તો તરત પેનિસમાં ઇરેક્શન થાય છે, આમ થવું કુદરતી છે?-
હરેશ જોગાણી, વડોદરા

ઉત્તર: હા, આમ થવું કુદરતી છે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થાય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવે છે.

પ્રશ્ન: મને મારી વાઇફ પર ‘શક’ જાય છે કે તેને આડા સંબંધ હશે. અમારે રોજ ઝઘડો થાય છે. તેનો ઉપાય જણાવવા વિનંતી.- રમેશસિંહ જોરાવર, જામખંભાળિયા

ઉત્તર: દોસ્ત, આ કંઇ સેક્સની સીધી સમસ્યા નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી ‘શંકા’ છે. શંકાની નજરથી વાઇફને ન જુઓ. તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થશે.

પ્રશ્ન: શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થાય છે? – રસિક ડાહ્યાલાલ, સૂરત

ઉત્તર: મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સેક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય તો તેમને કામેચ્છા, કામોત્તેજના થાય. તેઓ મૈથુન પણ કરે. તેઓ માતા-પિતા પણ બને. આવા ઘણા કિસ્સાઓ હશે.

પ્રશ્ન: પુરુષને કામોત્તેજના વધે તો પેનિસમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોત્તેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય?- રસિલા ખંભાળિયા, આણંદ

ઉત્તર: સ્ત્રીને કામોત્તેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થાય છે. કામોત્તેજના વધતાં સ્ત્રીની યોનિને ઢાંકતા હોઠ ફૂલે છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે. કામોત્તેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થાય છે. યોનિદ્વાર અને યોનિમાર્ગની દિવાલો પણ કામોત્તેજના વધતાં ફૂલે છે અને ભીની થાય છે. ક્રિલટોરિસ પણ કામોત્તેજના વધતાં ફૂલે છે.

પ્રશ્ન: પુરુષને જેમ નાઇટ ડિસ્ચાર્જ થાય તેવી રીતે સ્ત્રીને પણ થાય? – મમતા સોલંકી, નવસારી

ઉત્તર: સ્ત્રીને પણ નિદ્રામાં કામોત્તેજના થાય છે. તેને પણ સ્વપ્ન આવે અને ઊંઘમાં ને ઊંઘમાં કામપરાકાષ્ઠાનો અનુભવ થાય. પુરુષની જેમ જ સ્ત્રીને ‘નાઇટ ડિસ્ચાર્જ’ થાય છે તેમ કહી શકાય. પણ સ્ત્રીને કંઇ વીર્યની જેમ ‘ડિસ્ચાર્જ’ (સ્ત્રાવ) થતો નથી તેટલી સ્પષ્ટતા કરી લઉં. હા, કામોત્તેજના વધતાં ઊંઘમાં ને ઊંઘમાં તેના જનન માર્ગમાં ભીનાશ છૂટે અને તે અવયવો ફૂલે છે.

પ્રશ્ન: (૧) સમાગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો? બપોર, મધ્યરાત્રિ કે સવાર? (૨) સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમાગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા? (૩) પેનિસ ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમાગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય? થાય તો તેનો ઉપાય શો કરવો? (૪) સમાગમની ક્રિયા કેવી રીતે કરવી જેથી બન્નેને સંતોષ થાય? (૫) આસનો વિશે વધુ માહિતી આપશો?

ઉત્તર: ના, દૂરથી સ્ત્રીની કામોત્તેજના અને સમાગમ માટેની ઇચ્છાને પામી શકાય તેવાં કોઇ બાહ્ય શારીરિક લક્ષણો નથી પ્રકટ થતાં. તે તેની ચેષ્ટા (જેશ્ચર) અને શબ્દથી પ્રકટ કરે તો જાણી શકાય. સાવ સમીપ પથારીમાં પ્રેમ કરતી સ્ત્રીના શરીરમાં કામોત્તેજના વધતાં પ્રકટ થતાં શારીરિક લક્ષણો વિશે ઉપરના પ્રશ્નના જવાબમાં નિરૃપણ કર્યું છે. સમાગમનો ‘શ્રેષ્ઠ’ સમય ક્યો? આમાં સમયની શ્રેષ્ઠતા વ્યક્તિએ- વ્યક્તિએ ભિન્ન હોઇ શકે. રાતની નોકરી કરનારને માટે સવારનો કે બપોરનો સમય અનુકૂળ રહે. નિશ્ચિત સમયને શ્રેષ્ઠતા સાથે સંબંધ નથી. બે વ્યક્તિઓની અનુકૂળતાનો સમય તે શ્રેષ્ઠ સમય.પેનિસ પર ચામડી ઢંકાયેલી હોય છે. સમાગમ વખતે તે ચામડી ચઢ-ઉતર થતી હોય છે. તેથી મૈથુન વખતે તકલીફ પડતી નથી. જૂજ કિસ્સાઓમાં જો ચામડી સરળતાથી ચઢ-ઉતર ન થતી હોય તો સમાગમ વખતે વેદનાનો અનુભવ થતો હોય છે. આવા કિસ્સામાં સર્જન ડૉક્ટર પાસે નાનીઅમથી શસ્ત્રક્રિયાથી ચામડીનું આવરણ દૂર કરવાથી સમસ્યાનું નિવારણ થઇ જાય છે.

સમાગમ પૂર્વે સમાગમ વખતે અને સમાગમ પછી ફોર પ્લે વગેરે ક્રીડાઓ કરવી જોઇએ. જેથી એકબીજાની કામોત્તેજના વધે અને બન્નેને કામ પરાકાષ્ઠાના અનુભવો થવાથી કામતૃપ્તિ થાય. અવારનવાર ચુંબન વગેરે ક્રિયાઓ તથા કિલટોરિસ સાથેની સ્પર્શક્રિયા સિવાય બન્નેએ નિખાલસ બનીને જીવનસાથી કેવી ક્રિયા કરે તો કામોત્તેજના વધે તે વિશે મન મૂકીને રજૂઆત કરવી જોઇએ.

Read Also

Related posts

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla

ટીસીએસનું અલ્ટીમેટમઃ કર્મચારીઓ ઓફિસે નહીં આવે તો પગાર અને રજા બંને કપાશે

Vushank Shukla
GSTV