GSTV

AUKUS + QUAD : ચીનને સખણુ રાખવા માટે રચાયેલા બે સંગઠનો શું છે? ભારતનો રોલ શા માટે મહત્વનો છે?

Last Updated on September 25, 2021 by Pritesh Mehta

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીની મીટિંગ ચાલી રહી છે. જનરલ એસેમ્બલીનો અર્થ એવો કે રાષ્ટ્રસંઘના મોટા ભાગના દેશો એ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. એ નિમિત્તે વડા પ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના પ્રવાસે છે એટલે જનરલ એસેમ્બલી ઉપરાંત અમેરિકી પ્રમુખ સાથે પણ તેમની બેઠક થઈ છે. એ ઉપરાંત ત્રીજી બેઠક QUAD (Quadrilateral Security Dialogue) દેશોની થઈ. ત્યારે જગતના મંચ પર ક્વાડ અને અકુસ એ બે સંગઠનો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કેમ કે સંગઠન અલગ અલગ છે, પણ તેના નિશાના પર ચીન છે. બન્ને સંગઠનોનો પરિચય મેળવીએ.

QUAD

QUAD

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાનું સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ) તરીકે ઓળખાય છે. આમ તો આ સંગઠન 2007માં સ્થપાયું હતું, પણ સક્રિય 2017માં થયું. તેની પ્રથમ મહત્વપૂર્ણ મીટિંગ પણ માર્ચ 2021માં ઓનલાઈન મળી હતી. ત્યારે જ ચીને આ સંગઠનની સક્રિયતા સામે વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકામાં હવે પહેલી વાર ચારેય દેશના નેતાઓ રૃબરૃ મળ્યા છે. આ સંગઠન મૂળભૂત રીતે ચીનના ખતરાને પહોંચી વળવા રચાયું છે. તેનો ઉદ્દેશ જ સુરક્ષા અંગેનો છે.

ઈન્ડો-પેસેફિક વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એ માટે આ ચારેય દેશો કોમન પ્લેટફોર્મ પર આવ્યા છે. ઈન્ડો એટલે હિન્દ સહાસાગરનો સમુદ્રી વિસ્તાર અને પેસેફિક એટલે પેસેફિક મહાસાગર જેના છેડે ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા દેશો આવેલા છે. ચીન ઈન્ડો-પેસેફિકમાં અશાંતિ સર્જવા માટે પુરતા પ્રયાસો કરે છે. એ માટે જ આ સંગઠન રચાયુ છે.

ચીન શરૃઆતથી ક્વાડની રચનાના વિરોધમાં છે. જે દેશો ક્વાડમાં ભાગીદાર છે એ બધા સામે ચીનને વાંધા છે અને સબંધો બગડેલા છે. જાપાન-ઑસ્ટ્રેલિયા સામે પણ છેલ્લા વર્ષોમાં ચીને સબંધો બગાડયા છે. હવે ચીન એવી અપેક્ષા રાખે છે કે બધા દેશો તેની સાથે સારું જ વર્તન કરે.

AUKUS

અકુસ એ ત્રણ દેશોનું સંયુક્ત નામ છે. Australia, United Kingdom અને United Statesના શરૃઆતી અક્ષરો ભેગા કરીને સંગઠનને નામ અપાયું છે. 15મી સપ્ટેમ્બર 2021ના દિવસે જ આ સંગઠનની જાહેરાત થઈ છે. આ લશ્કરી ગઠબંધન છે જે હેઠળ અમેરિકા-બ્રિટનની મદદથી ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરિન મળશે. એ સંગઠન ચીન સામે કામ કરે એ પહેલા જ ફ્રાન્સને વાંધો પડ્યો છે. ફ્રાન્સ રશિયાને સબમરિન વેચવાનું હતું. એ ડિલમાં અકુસને કારણે ફાચર લાગી છે. એટલે હાલ તો અકુસ ચીન સામે લડે એ પહેલા ફ્રાન્સને શાંત કરવાનો પડકાર આવી ગયો છે.

પરમાણુ સબમરિન એટલે એવી સબમરિન જે પરમાણુ એન્જીનથી સંચાલિત હોય. પરમાણુ સબમરિન હોવાનો અર્થ એ નથી કે તેમાંથી પરમાણુ શસ્ત્રો ફાયર થઈ શકે. પરમામુ એન્જીન હોવાથી સબમરિન અવાજ કર્યા વગર લાંબો સમય પાણીની નીચે રહી શકે. ભારત સહિત છ દેશો પાસે પરમાણુ સબમરિન છે. હવે ઓસ્ટ્રેલિયા પરમાણુ સબમરિન મેળવવા ઉત્સુક થયું છે, કેમ કે ઓસ્ટ્રેલિયા એ ચીનનું દરિયાઈ પાડોશી છે. ભલે બન્ને દેશો વચ્ચે અંતર છે, પણ ચીનની અવળચંડાઈની અસર ઓસ્ટ્રેલિયા ભોગવી રહ્યું છે. માટે ઓસ્ટ્રેલિયાએ બીજા વિશ્વયુદ્ધ પછી સાત-આઠ દાયકે આક્રમક સંરક્ષણ નીતિ અપનાવવી પડી છે.

અકુસમાં ભારતનો સમાવેશ થયો નથી, પરંતુ એની જરૃર પણ નથી. કેમ કે એશિયામાં કંઈ પણ કરવું હોય ભારત વગર ચાલવાનું નથી. એટલે એક પછી એક દેશો ચીન સામે બાથ ભીડવા બદલ ભારતની પીઠ થાબડે છે. ગલવાન સંઘર્ષ વખતે ચીનને અપેક્ષા ન હતી એવો આકરો જવાબ ભારતીય સૈન્યએ આપ્યો છે. એટલે વૈશ્વિક મંચ પર હવે ભારતનું મહત્વ વધ્યું છે. કેમ કે ચીનને કોઈ માપમાં રાખી શકે તો એ ભારત જ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!