GSTV
India News Trending

COVID-19 : ભારતમાં કોરોનાની ચોથી લહેરની એન્ટ્રી, 7 રાજ્યોમાં નવા વાયરસનો આતંક, આ છે લક્ષણો

કોરોનાની ત્રીજી લહેરે દુનિયામાં કેસ ઓછા થતાની સાથે જ હવે કોરોનાના કેસ પાછા વધી ગયા છે. કોરોનાને લઇને રાજ્યોમાં જેમ જેમ પ્રતિબંધો હટી રહ્યાં છે, તેમ તેમ કોરોના ખત્મ થઇ રહ્યો હોય તેમ લોકો માનવા લાગ્યા છે. હમણાં જ મળતી જાણકારી પ્રમાણે કોરોનાનો એક નવો વેરિયેન્ટ સામે આવ્યો છે, જેમાં ચોથી લહેર આવવાનો અણસાર દેખાઇ રહ્યો છે.

વિશ્વ સંગઠને આ રિકોમ્હિનેંટ વેરિયેન્ટ વિશે જણાવ્યું કે, ઓમિક્રોન અને ડેલ્ટા બંને ઝડપથી ફેલાવવાના કારણે આ સ્થિતિ બની છે. કોવિડ 19 ના નવા વેરિયેન્ટનું નામ (Deltacron) છે, જે ઓમીક્રોન અને ડેલ્ટાના જોડવાથી તૈયાર થયો છે. આ વાયરસ 7 રાજ્યોમાં જોવા મળ્યો છે, જેમાં કર્ણાટક, તમિલનાડુ , મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્વિમ બંગાળ, તેલંગણા અને દિલ્હી જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.

ડેલ્ટાક્રૉનની ઓળખ 2022માં થઇ હતી. ડેલ્ટાક્રૉન રિકોમ્બિનેંટ વેરિયન્ટ છે, જે ઓમિક્રોન અને ડેલ્ટાની સાથે જોડાવવાથી બન્યો છે. પેરિસમાં Institut Pasteur ના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો એક નવો વેરિયન્ટ જોયો છે, જે પહેલાં વેરિયન્ટ કરતાં એકદમ અલગ છે. ડેલ્ટાક્રૉનનો વેરિયન્ટ ઉત્તરી ફ્રાંસના એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી આવ્યો હતો. જેની તપાસ કરતાં જાણવા મળ્યુ કે, આ વૃદ્વ વ્યક્તિમાં મળેલાં જેનેટિક્સ ડેલ્ટા વેરિએન્ટની સમાન છે. જે પાછલા વર્ષનાં અંતમાં દુનિયાભરમાં ડોમેનેંટ વેરિયન્ટ છે.

પણ આ વેરિએન્ટનો એક ભાગ જે વાયરસના સ્પાઇક પ્રોટીનને એન્ડોમ કરે છે અને જેનો ઉપયોગ આ કોશિકાઓની અંદર જવા માટે કરે છે, તે ઓમિક્રૉનથી આવ્યો હતો. Institut Pasteur નાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે,યૂએ અને યૂએસમાં રિપોર્ટ કરવામાં આવેલા ડેલ્ટાક્રૉન વેરિયન્ટમાં થોડો અંતર જોવા મળી રહ્યો છે, જેથી આના ઘણા રૂપ હોઇ શકે છે.

ડેલ્ટાક્રોનના લક્ષણો

યુરોપની હેલ્થ પ્રોટેક્શન એજન્સી હાલમાં ડેલ્ટાક્રોનની તપાસ કરી રહી છે.આવી સ્થિતિમાં, આ બાબતોને શોધવાનું અત્યારે ખૂબ મુશ્કેલ છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં આ લક્ષણો જોવા મળ્યા છે.

  • ઉંચો તાવ
  • કફ
  • સુંઘવાની ક્ષમતા ગુમાવવી અથવા ઓછી થવી
  • વહેતુ નાક
  • થાક અનુભવવો
  • માથાનો દુખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ
  • સ્નાયુ અથવા શરીરમાં દુખાવો
  • ગળામાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા

MUST READ:

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari
GSTV