GSTV

કોરોના/ વેક્સિન લઇ લીધી એટલે નિશ્વિંત ના થઇ જતાં, આગામી વર્ષે બૂસ્ડોર ડોઝની ગમે ત્યારે પડી શકે છે જરૃર

WHO

Last Updated on October 25, 2021 by Bansari

કોવિડ-૧૯ વેક્સિનનો બૂસ્ટર ડોઝની જરૃર આગામી વર્ષે ગમે ત્યારે પડી શકે છે તેમ એઇમ્સ, દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે. જો કે આ વસ્તુ એ વાત પર નિર્ભર કરશે કે અગાઉ આપવામાં આવેલા બે ડોઝ બીમારી અને મૃત્યુથી ક્યાં સુધી બચાવી રાખે છે.

તેમણે બાળકોની વેક્સિન અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે અમેરિકા જેવા કેટલાક અન્ય દેશોએ તેની ભલામણ કરી છે. અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં બાળકોનું વેક્સિનેશન પણ શરૃ કરવામાં આવશે. કોરોનાના અંતિમ બુસ્ટર ડોઝ પર ડોય ગુલેરિયાએ જણાવ્યું હતું કે આ અંગેની ચર્ચા ચાલી રહી છે.

કોરોના

દેશમાં કોરોનાના નવા ૧૫,૯૦૬ કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૯૦૬ નવા કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૪૧,૭૫,૪૬૮ થઇ ગઇ છે.

કેરળે અગાઉ થયેલા મોતના આંકડા ઉમેરતા ૨૪ કલાકમાં મોતનો આંકડો ૫૬૧ થયા

જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૫૬૧ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૫૪,૨૬૯ થઇ ગઇ છે. જો કે કેરળે અગાઉ થયેલા મોતની સંખ્યા દૈનિક મોતના આંકડામાં ઉમેરતા મૃત્યુઅઆંકમાં વધોરો જોવા મળ્યો છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યુ છે. કેરળમાં છેલ્લા ૨૪ કલાકાં ૪૬૪ લોકોના મોત બતાવવામાં આવ્યા છે પણ વાસ્તવમાં ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૫ લોકોનાં જ મોત થયા છે.

કોરોના

એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૭૨,૫૯૪

બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૧,૭૨,૫૯૪ થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૧૧૩૪નો ઘટાડો થયો છે. દૈનિક પોઝિટિવ રેટ ૧.૧૯ ટકા રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૨૩ ટકા રહ્યો છે. અત્યાર સુધી વેક્સિનના અપાયેલા કુલ ડોઝની સંખ્યા ૧૦૨.૧૦ કરોડને પાર થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૪૦,૧૫૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધીને ૫૯,૯૭,૭૧,૩૨૦થઇ ગઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ૫૬૧ મોત પૈકી ૪૬૪ મોત કેરળમાં અને ૩૩ ંમોત મહારાષ્ટ્રમાં થયા છે.અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૫૪,૨૬૯ લોકોનાં મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં ૧,૩૯,૯૯૮, કર્ણાટકમાં ૩૮,૦૦૨, તમિલનાડુમાં ૩૬,૦૦૪, કેરળમાં ૨૮,૨૨૯, દિલ્હીમાં ૨૫,૦૯૧, ઉત્તર પ્રદેશમાં ૨૨,૮૯૯ અને પશ્ચિમ બંગાળમાં ૧૯,૦૪૫ લોકોનાં મોત થયા છે.

Read Also

Related posts

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!