GSTV
Gujarat Government Advertisement

ધારાસભ્યોની ‘મીની ઠેકામણી’નો ભોગ શક્તિસિંહ બનશે ? કોંગ્રેસની મોડી રાત સુધી બેઠક

Last Updated on March 16, 2020 by Mayur

ગુજરાતમાં ફરી ભાજપની રાજકીય લાલચમાં આવીને કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકી છે ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં હવે ભાજપ ત્રણેય બેઠક જાળવી રાખે તેમ છે તે જોતાં કોંગ્રેસ હવે અસમંજસમાં મૂકાઇ છે. ભાજપ સાથે છેલ્લી ઘડી સુધી લડાઇ લડવી કે પછી, એક ઉમેદવારનું ફોર્મ પાછું ખેચવું. તે અંગે કોંગ્રેસ હજુ સુધી કોઇ નિર્ણય લઇ શકી નથી.

આ સ્થિતિમાં ભાજપની ત્રણ બેઠકો પર જીત નિશ્ચિત

એક દિવસમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા જયારે બે ધારાસભ્યો હજુય સંપર્ક વિહોણાં બન્યાં છે. મંગળ ગામિત અને જીતુ ચૌધરીનો કોઇ અતોપતો નથી. આ સંજોગોમાં ભાજપની ત્રણેય બેઠકોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જોકે, ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ દોડી આવ્યા હતાં અને તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,ભરતસિંહ સોલંકી,શક્તિસિંહ ગોહિલ ઉપરાંત પરેશ ધાનાણી સહિતના નેતાઓ સાથે તાકીદની બેઠક યોજી ચર્ચા કરી હતી.

કોંગ્રેસમાં અસમંજસ

સૂત્રોના મતે, કોંગ્રેસના નેતાઓમાં એવો મત વ્યક્ત થયો છેકે, મોટાભાગના ધારાસભ્યો ભરતસિંહ સોલંકીને મત આપવાની તરફેણમાં છે તે જોતાં શક્તિસિંહ ગોહિલનુ ફોર્મ પાછુ ખેચાવી લેવું જેથી રાજ્યસભાની ચૂંટણીમાં હારથી કોંગ્રેસની નાલેશી ન થાય. પ્રદેશ નેતાગીરીએ એવી ય રણનીતિ ઘડીકે, શક્તિસિંહ ગોહિલને ફોર્મ પાછુ ખેચાવીને પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામુ આપતાં ખાલી પડેલી અબડાસા બેઠક પરથી પેટાચૂંટણી લડાવવી. આ બધીય રાજકીય અટકળો વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ વાતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો કે, કોઇપણ ઉમેદવાર ફોર્મ પાછુ નહી ખેચેં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!