GSTV
Home » News » ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, વર્ષોથી મહેનત કરતા જૂના જોગીઓનું શું ?

ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, વર્ષોથી મહેનત કરતા જૂના જોગીઓનું શું ?

લોકસભાની ચૂંટણીની વૈતરણી પાર કરવા ગુજરાતમાં તોડજોડની રાજનીતિ રમાઇ રહી છે. જોકે, સોશિયલ મિડિયામાં ભાજપની ઠેકડી ઉડી રહી છે કે,આયાતી-પક્ષપલટુને મંત્રીપદ અપાઇ રહ્યું છેને પક્ષના કર્મઠ ધારાસભ્યો વાટ જોઇને બેઠાં છે. ભાજપ પક્ષની મૂળ વિચારધારા અને સિધ્ધાંતો જાણે ભુલાઇ રહ્યાં છે. કારણ કે, રાજકીય સોદા પાર પાડી ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને કેસરિયો ખેસ પહેરાવવાની શરુઆત કરી છે. ખુદ ભાજપના કાર્યકરો-નેતાઓ જ સવાલ ઉઠાવી રહ્યા છેકે,જો ભાજપ સરકારે પ્રજાલક્ષી કામગીરી કરી હોય તો પછી ઉછીના નેતાઓ લાવવાની ક્યાં જરુર છે.

સોશિયલ મિડીયામાં એવી કોમેન્ટો થવા માંડી છેકે, ભાજપ કોંગ્રેસમુક્ત ભારત કરવા માંગે છે પણ ખુદ જ કોંગ્રેસયુક્ત ભાજપ બની ગઇ છે. પોતાના રાજકીય સોદા પાર પાડીને પક્ષપલ્ટુઓ આજે ભાજપ સરકારમાં મહત્વનુ સ્થાન ધરાવે છે. મૂળ કોંગ્રેસી અને પક્ષપલટુઓને ભાજપમાં ક્યાં સ્થાન મળ્યુ તેના પર નજર કરીએ તો.

jawahar chavda joins bjp

જે રીતે પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલાઓને મહત્વના પદ અપાય છે.તે જોતા ભાજપના કાર્યકરો-નેતાઓમાં ગણગણાટ છેકે, પક્ષમાં તન,મન,ધનથી કામ કરનારાં કર્મઠ કાર્યકરોનો આજે કોઇ ભાવેય પુછતુ નથી. ઘણાં ભાજપના ધારાસભ્યો કે ત્રણ,ચાર વાર ચૂંટાયા છે તેઓ વાટ જોઇને બેઠાં છે જયારે કુંવરજી બાવળિયા જેવાને ગણતરીના કલાકોમાં કેબિનેટ પ્રધાન બનાવી દેવાયા છે. આમ, ભાજપમાં ય આંતરિક રોષ ભભૂક્યો છે. કોંગ્રેસ કરતાં અત્યારે ભાજપમાં ઉકળતાં ચરુ જેવી દશા છે.

READ ALSO

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર

Nilesh Jethva

માનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક

Path Shah

સુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!