ફેક ન્યૂઝથી બચવા માટે Whastappએ શરૂ કર્યુ આ કેમ્પેન

છેલ્લા કેટલાંક સમયથી Whastapp પોતાના પ્લેટફોર્મ પર ફેલાતા ખોટા સમાચારને રોકવામાં અસમર્થ રહી હોવાનો આરોપનો સામનો કરી રહી છે. જેને પગલે કંપનીએ ભારતમાં લોકોને ફેક સમાચાર અંગે જાગૃત કરવા માટે ટીવી કેમ્પેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે આ નિર્ણય 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીન ફેક સમાચારને વોટ્સએપ પર ફેલાતા રોકવા માટે લેવામાં આવ્યો છે.

આ અગાઉ લોકોને ફેક સમાચારો અને અફવાઓ અંગે જાગૃત કરવા માટે કંપનીએ બે તબક્કામાં રેડિયો કેમ્પેન પણ શરૂ કર્યુ હતું. 29 ઓગષ્ટથી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં કંપનીએ ઑલ ઈન્ડિયા રેડિયોના 46 રેડિયો સ્ટેશન પર પોતાનું કેમ્પેન ચલાવ્યું. ત્યારબાદ 5 સપ્ટેમ્બરથી કંપનીએ AIRના અન્ય 83 રેડિયો સ્ટેશન પર પોતાનું કેમ્પેન ચલાવ્યું. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તેણે ભારતમાં પોતાના વપરાશકારો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને જેના આધારે ત્રણ ટીવી જાહેરાતો તૈયાર કરી છે.

કંપનીએ કહ્યું, ‘ત્રણ જાહેરાતો ટેલીવિઝન, ફેસબુક અને યૂટ્યુબ પર નવ ભાષાઓમાં તૈયાર થશે તથા તેની પહોંચ બધા વ્હોટ્સએપ વપરાશકારો સુધી થશે. જેનું પ્રસારણ રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી પહેલા શરૂ થઇ જશે.’ આ જાહેરાત અંગ્રેજી, હિન્દી, બાંગ્લા, કન્નડ, તેલુગુ, આસામી, ગુજરાતી, મરાઠી અને મલયાલમમાં તૈયાર થશે. ત્રણેય જાહેરાત 60 સેકન્ડ લાંબી એક ફિલ્મના રૂપમાં હશે. કંપનીએ કહ્યું કે આ જાહેરાતોને ન્યૂઝ અને ફિલ્મ ચેનલોની સાથે ઘણી ચેનલો પર પ્રસારિત કરાશે. બાદમાં તેને ઑનલાઇન અને પ્રિન્ટની જાહેરાત દ્વારા પણ પ્રસારિત કરાશે.

સ્મરણ રહે કે, પોતાના પ્લેટફોર્મ પર ફેલાતા ફેક સમાચારો અને અફવાઓને લઇને કંપનીએ સરકારના કડક વલણનો સામનો કરવો પડી રહ્યો છે. જેને જોઇને કંપનીએ ફેક ન્યૂઝને રોકવા માટે આ અગાઉ પણ કેટલાંક પગલા ઉઠાવ્યા હતાં. જેમાં વ્હોટ્સએપે ફોરવર્ડ લિમિટને 5 સુધી મર્યાદિત કરવી અને ભારતમાં કંપનીના અધિકારીની નિમણુક કરવી સામેલ છે. ઉલ્લેખનીય છે કે, વ્હોટ્સએપના ભારતમાં 200 મિલિયન (20 કરોડ) ગ્રાહકો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter