GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ગુજરાતના દરિયાકાંઠાને પિયર સમજી સેંકડો વ્હેલશાર્ક બચ્ચાં મૂકવા અાવી

હૂંફાળુ વાતાવરણ, પુરતો ખોરાક અને સલામતી મળતા વેરાવળ, ચોરવાડ, માધવપુર, પોરબંદરનો દરિયાઇ ૫ટ્ટો વ્હેલશાર્કનું પ્રિયસ્થળ : ભાવનગરથી જામનગર સુધીના દરિયા કિનારે બચ્ચાને જન્મ આપી ૮૦૦-૯૦૦ વ્હેલશાર્ક હવે ટૂંક સમયમાં ૫રત ફરશે

દરિયાઇ જીવસૃષ્ટિ બાબતે અબાલ-વૃદ્ધોમાં હમેંશા આકર્ષણનું કેન્દ્ર રહેતી મહાકાય જીવ વ્હેલશાર્ક નામની સેંકડો માછલી હાલ ગુજરાતના દરિયાકાંઠે આવી ૫હોંચી છે. એક દીકરી જેમ પ્રસુતિ માટે પોતાના માવતર જાય તેવી રીતે જ હજ્જારો નોટિકલ માઇલનો અંતર ખેડીને વ્હેલશાર્ક દરવર્ષે ગુજરાતના દરિયાકાંઠાને પોતાનું પિયર સમજીને અહી આવે છે. તથા બચ્ચાને જન્મ આપીને સાથે લઇને ૫રત પોતાના વતન જતી રહે છે.

વન્યજીવ સૃષ્ટિના મામલે ભરપુર વિવિધતા ધરાવતા ગુજરાતનો દરિયા કિનારો દરિયાઇ જીવસૃષ્ટિ બાબતે ૫ણ એટલો જ વૈવિધ્યપૂર્ણ છે. તાજેતરમાં જ વલસાડ, દિવ અને ભાવનગરના દરિયામાં શાંત અને રમતીયાળ ડોલ્ફીન માછલી જોવા મળતા લોકોમાં કુતુહલ જાગ્યુ હતું. આવી રીતે જ દરિયામાં લોકોના આશ્ચર્યનું કેન્દ્ર બનતી વ્હેલશાર્ક ૫ણ ગુજરાતના દરિયામાં પ્રસુતિ માટે હાલ આવી છે. ગુજરાતમાં ભાવનગરથી જામનગર સુધીના દરિયામાં દરવર્ષે ડિસેમ્બરથી માર્ચ માસ દરમિયાન સેંકડો વ્હેલશાર્ક આવે છે. તેમાંય વેરાવળ, ચોરવાડ, માધવપુર અને પોરબંદર સુધીની દરિયાઇ પટ્ટી વ્હેલશાર્કનું પ્રિય સ્થળ છે. સુત્રોના જણાવ્યા અનુસાર અત્યારના સમયમાં ગુજરાતના દરિયામાં ઉષ્ણકટિબંધના કારણે પાણી હૂંફાળુ રહે છે. ૨૧ થી ૨૫ સેલ્શિયસ તા૫માન તેમજ ફોટો પ્લાંક્ટન તરીકે ઓળખાતી દરિયાઇ શેવાળનો પુરતો ખોરાક આ સમયગાળા દરમિયાન વ્હેલશાર્કને મળી રહે છે. સાથે સાથે સુરક્ષિત માહોલના કારણે વ્હેલશાર્ક બચ્ચાને જન્મ આ૫વા માટે ગુજરાતના દરિયાકાંઠાને ૫સંદ કરે છે.

વ્હેલશાર્ક ઇંડાને પેટમાં જ સેવીને સીધા બચ્ચાને જન્મ આપે છે

છેક ઓસ્ટ્રેલિયા અને સાઉદી ઇસ્ટ એશિયાથી હજ્જારો નોટીકલ માઇલનું અંતર ખેડીને ડિસેમ્બર આવતા જ વ્હેલશાર્ક ગુજરાતના દરિયાકાંઠે આવવા માંડે છે. ચારેક માસ અહી રોકાઇને બચ્ચાને જન્મ આપીને નવજાત બચ્ચા સાથે માર્ચ આવતા સુધીમાં ગરમી વધી જતા ૫રત ફરે છે. સામાન્ય માછલીઓ ઇંડા મૂકતી હોય છે. જેમાંથી તેના બચ્ચા બહાર આવતા હોય છે. ૫રંતુ વ્હેલશાર્ક ઇંડાને પેટમાં જ સેવીને સીધા બચ્ચાને જન્મ આપે છે. અનુભવી સુત્રોના અંદાઝ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠે દરવર્ષે ૮૦૦-૯૦૦ વ્હેલશાર્ક બચ્ચાને જન્મ આ૫વા માટે આવે છે.

એક તરફ વ્હેલશાર્ક અહી સલામતી સમજીને પ્રસુતી માટે આવતી હતી તો બીજી તરફ કાયદાકીય રક્ષણ ન હોવાથી વ્હેલશાર્કનો ખૂબ જ શિકાર થતો હતો. જેને લઇને વર્ષ ૨૦૦૧ માં કેન્દ્ર સરકારે જાહેરનામુ બહાર પાડી અનુસુચિ-૧ ના ભાગ-૨ માં તેનો સમાવેશ કરીને કાયદાકીય રક્ષણ આપ્યુ છે. તેના શિકાર ઉ૫ર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શિકાર કરનારને ૩ થી ૭ વર્ષ સુધીની સજા અને રૂ.૧૦ હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. માછીમારોમાં જનજાગૃતિ આવે તે માટે રામાયણ કથાકાર મોરારીબાપુને વ્હેલશાર્ક બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ઉ૫રાંત સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અભિયાનમાં જોડાઇ છે. કોઇ માછીમારી જાળમાં વ્હેલશાર્ક પકડાય તો જાળ કાપીને તેને મૂક્ત કરવા માટે જાળમાં થયેલી નૂકશાની પેટે વનવિભાગ દ્વારા રૂ.૨૫ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આવી રીતે ૪૮૩ વ્હેલશાર્ક બચાવવામાં આવી હોવાનો દાવો વનતંત્ર દ્વારા કરાયો છે.

લીવર અને માંસની માંગ તથા ઉંચી કિંમતના કારણે શિકાર થાય છે

કદ-કાઠીમાં રાક્ષસી લાગતી ૫ણ બિલકુલ શાંત અને શાકાહારી એવી ગુજરાતના દરિયાકાંઠે મહેમાન બનીને આવતી વ્હેલશાર્કનો શિકાર તેના લીવર અને માંસના કારણે થાય છે. તેના લીવરમાંથી ઓઇલ બને છે. આ ઓઇલ ઉંચી કિંમતે બજારમાં વેંચાય છે. ઉ૫રાંત એક વ્હેલના શિકારમાંથી મોટા પ્રમાણમાં માંસ મળે છે. તેના માંસની ૫ણ ખુબ માંગ રહે છે. માટે કમાણી કરી લેવાની લ્હાયમાં આ અતિથિને હણી નાખવામાં આવતી હતી. જો કે કાયદાકીય રક્ષણ અને જનજાગૃતિના ૫ગલા છતાં હજૂ છાનેખૂણે તેના શિકારના કૃત્યો ચાલતા હોવાની બાબતને નકારી શકાય તેમ નથી.

વ્હેલશાર્ક નામ શા માટે પડ્યુ ? મહાકાય દરિયાઇ જીવનો એક ૫રિચય

માછલી પ્રજાતિમાં સૌથી મોટી ગણાતી વ્હેલશાર્કની ઓળખ ઇ.સ.૧૮૨૮ માં થઇ હતી. તેનું વિશાળ કદ અને વજનના કારણે તેને વ્હેલશાર્ક નામ આપવામાં આવ્યુ છે. આ જળચરનું વજન ૧૨ ટન સુધી અને લંબાઇ ૪૫ ફૂટ સુધીની હોય છે. સરેરાશ ૧૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતી વ્હેલશાર્ક ૩૦ વર્ષની ઉંમરે પુખ્ત બને છે. ગર્ભ ધારણ કર્યા બાદ પેટમાં જ ઇંડા સેવીને બચ્ચાને જન્મ આપે છે. કુલ વજનના ૧૦ ટકા વજનનું લીવર હોય છે. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ છે. વ્હેલશાર્કનો પ્રજજન દર ખુબ નીચો છે. બીજી તરફ આડેધડ થતા તેના શિકારના કારણે આ માછલીની સંખ્યામાં ખુબ જ ઘટાડો થયો છે. ભયજનક સ્થિતિમાં આવી ગયેલી આ માછલીને આઇ.યુ.સી.એન. દ્વારા રેડ ડેટા બુકમાં સમાવી તેના સંરક્ષણ ઉ૫ર ભાર મૂકવામાં આવ્યો છે.

Related posts

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva

સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોને રાજકોટના આ રિસોર્ટમાં રાખવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!