GSTV
Gujarat Government Advertisement

NZvWI : કિરોન પોલાર્ડે T-20 સિરીઝમાંથી નામ પાછુ ખેચ્યું

Last Updated on December 28, 2017 by

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પહેલા વેસ્ટઇન્ડિઝની ટીમમાં મોટો બદલાવ થયો. કેટલાક અંગત કારણોસર વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે સિરીઝમાંથી નામ પાછુ લઇ લીધું છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ટી-20 સિરીઝ માટે તેમના સ્થાને પહેલીવાર શિમરોન હેટમ્યેરને સામેલ કરવામાં આવ્યા છે.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધની ટી-20 સિરીઝની પહેલી મેચ શુક્રવારે નેલ્સનમાં રમવામાં આવશે. આ પહેલા વેસ્ટઇન્ડિઝની ટીમમાં કિરોન પોલાર્ડે રમવાનું હતું. પરંતુ તેમના આ નિર્ણય બાદ ટીમે આ ખતરનાક ઓલરાઉન્ડર વિના મેદાન પર ઉતરવું પડશે. હાલમાં જ પોલાર્ડે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો.

ત્રણ મેચોની વનડે સિરીઝમાં વેસ્ટઇન્ડિઝને 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેનો બદલો હવે કેરેબિયન ખેલાડીઓ લેવા માંગશે.

ટી20 ક્રિકેટની વિશ્વ  ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝની ટીમને 2 ટેસ્ટ મેચોમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જોવા જઇએ તો તેમના માટે ન્યુઝીલેન્ડનો પ્રવાસ ઘણો ખરાબ રહ્યો છે. બીજી વનડેમાં રોંસફોર્ડ બીટનની ઇજા બાદ શેલ્ડન કોટેરેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

વેસ્ટઇન્ડિઝની ટીમ :

કાર્લોસ બ્રેથવેટ, સૈમુઅલ બદ્રી, શેલ્ડન કોટેરેલ, રયાદ એમૃત, આન્દ્રે ફ્લેચર, ક્રિસ ગેઇલ, શિમરોન હેતૂમ્યેર, શાઇ હોપ, જેસન મોહમ્મદ, એશ્લે નર્સ, રોવમેન પોવેલ, જેરોમ ટેલર, ચેડવિક વોલ્ટન, કેસ્રિક વિલિયમ્સ.

 

Gujarat Government Advertisement

Related posts

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel

ખરતા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!