GSTV

કોરોના સંક્રમણને અટકાવવા પશ્ચિમ રેલ્વેનો મહત્વનો નિર્ણય, પ્લેટફોર્મ ટિકિટના દરમાં કરાયો વધારો

Last Updated on March 25, 2021 by Dhruv Brahmbhatt

કોરોના મહામારીની સ્થિતિને જોતા અમદાવાદ વિભાગના 13 મોટા રેલ્વે સ્ટેશન પર આજથી પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રૂપિયા વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિનજરૂરી અવર-જવર તેમજ ભીડભાડ અટકાવવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય નાના રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયામાં જ મળશે. અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામાખ્યાલી, પાટણ, ઉંઝા, સિદ્ધપુર, સાબરમતી- ધર્મનગર અને સાબરમતી જેલ તરફના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દર હવે ૩૦ રૂપિયા ચૂકવવવાના રહેશે. જેને લઈને મુસાફરોની તકલીફમાં વધારો થયો છે.

સ્ટેશન પર થતી ભીડભાડ અટકાવવા મહત્વનો નિર્ણય

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા પશ્ચિમ રેલ્વે દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો વધતા રેલ્વે તંત્રએ સ્ટેશન પર થતી ભીડભાડ અટકાવવા તેમજ બિનજરૂરી અવરજવરને રોકવા માટે પ્લેટફોર્મ ટિકિટનો ચાર્જ વધારવામાં આવ્યો છે. એટલે કે મોટા રેલ્વે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દર 30 રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે અન્ય નાના રેલ્વે પ્લેટફોર્મ ટિકિટનો ચાર્જ 10 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જેથી જે લોકો કામ વિના સ્ટેશન પર ફરતા હોય છે તેવાં લોકોની સંખ્યામાં ઘટાડો થઇ જશે.

જો કે બીજી બાજુ અમદાવાદના સૌથી વ્યસ્ત કાલુપુર રેલ્વે સ્ટેશન પર કોરોનાનો વિસ્ફોટ થવાની ભીતી પણ સેવાઇ રહી છે. કારણ કે અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે રાજધાની ટ્રેનમાંથી અમદાવાદ આવતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. અન્ય રાજ્યો કે સ્થળોથી અમદાવાદ આવતા મુસાફરોનું કોઈ પણ પ્રકારે ચેકીંગ કરવામાં આવતું નથી. થર્મલ ગનનો ઉપયોગ કે પછી સૅનેટાઇઝિંગ પણ કરવામાં આવતું નથી.

સવારના સમયે કોર્પોરેશનની ટીમ પણ રેલ્વે સ્ટેશને નથી હોતી

તદુપરાંત સવારના સમયે કોર્પોરેશનની ટીમ પણ રેલ્વે સ્ટેશન પર હોતી નથી. કોર્પોરેશનની ટીમ પોતાના સમય મુજબ જ આવે છે તો સવારે આવતી ટ્રેનના મુસાફરનો ટેસ્ટ કોણ કરશે તે પણ મોટો સવાલ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોર્પોરેશનના કર્મચારીઓ બેસી રહે છે અને મુસાફરી કરી આવતા મુસાફરો ટેસ્ટ વગર જતા રહે છે. કર્મચારીઓ મુસાફરોને જોયા કરે તેવો ઘાટ કાલુપુર રેલવે સ્ટેશન પર સર્જાય છે. માત્ર મહારાષ્ટ્રથી આવતા પેસેંજરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે.

READ ALSO :

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!