હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની માંગને પુરી કરવા માટે પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ-જયપુર-બોરીવલી, બાંદ્રા ટમનસ-ભગતની કોઠી-બોરીવલી અને બાંદ્રા ટમનસ-ભાવનગર-બાંદ્રા ટમનસ વચ્ચે વિશેષ ભાડા પર હોળી સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

(1) ટ્રેન મુંબઈ સેન્ટ્રલ-જયપુર-બોરીવલી સુપરફાસ્ટ (09039-40) 2 ફેરા રહેશે.ટ્રેન તા.16મી માર્ચ બુધવારના રોજ 23:55 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને ગુરુવાર તા.17મી માર્ચના રોજ જયપુરથી 21:15 કલાકે ઉપડશે.
(2) ટ્રેન બાંદ્રા ટમનસ – ભગતની કોઠી – બોરીવલી સુપરફાસ્ટ (09035-36) 2 ફેરા રહેશે.ટ્રેન બાંદ્રા ટમનસથી તા. 16મી માર્ચ બુધવારના રોજ 11:00 વાગે ઉપડશે અને ગુરુવાર તા.17મી માર્ચના રોજ 11:40 વાગે ભગતની કોઠીથી ઉપડશે.

(3) ટ્રેન બાંદ્રા ટમનસ-ભાવનગર ટમનસ-બાંદ્રા ટમનસ સુપરફાસ્ટ (09005-06) 2 ફેરા રહેશે.
ટ્રેન સોમવાર તા.14મીના રોજ 21:45 વાગે બાંદ્રા ટમનસથી ઉપડશે અને ભાવનગર ટમનસથી બુધવાર તા.16મી માર્ચના રોજ સવારે 10:10 વાગે ઉપડશે. ટ્રેન (09039, 09035, 09005 અને 09006) માટે બુકિંગ તા.2 માર્ચથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૃ થશે.
Read Also
- AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો
- આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ
- ચીનના સૈન્ય અભ્યાસ પછી તાઈવાને પણ શરૂ કરી લાઈવ ફાયર આર્ટલરી ડ્રિલ, મોટી સંખ્યામાં જવાનો લેશે ભાગ
- એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં
- ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો