GSTV
Home » News » તેજસના કારણે અન્ય ટ્રેનોના સમયમાં થશે મસમોટો ફેરફાર, જાણો કઈ છે એ 33 ટ્રેનો

તેજસના કારણે અન્ય ટ્રેનોના સમયમાં થશે મસમોટો ફેરફાર, જાણો કઈ છે એ 33 ટ્રેનો

દેશની બીજી ખાનગી તેજસ ટ્રેન આજે તા.૧૭ જાન્યુઆરીને શુક્રવારથી  અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડાવાશે. ખાનગી ટ્રેનોને મોકળુ મેદાન આપવા માટે પશ્ચિમ રેલવે દ્વારા તા.૧૯ જાન્યુઆરીથી અમલમાં આવે તે રીતે એકસામટી ૩૩ ટ્રેનોના  ઉપડવાના સમયમાં કાયમી ધોરણ માટે  ફેરફાર કરી દેવામાં આવ્યો  છે. પ મિનિટથી લઇને ૫૫ મિનિટ સુધી ટ્રેનો મોડી ઉપડશે.  એક ખાનગી ટ્રેનના લીધે ૩૩ ટ્રેનોના હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે. સવારે અમદાવાદથી ઉપડતી ૧૩ ટ્રેનો તેમજ બપોર બાદ મુંબઇથી અમદાવાદ તરફ આવતી ૧૬  મેલ-એક્સપ્રેસ અને ૪ મેમુ ટ્રેનોના શિડયુલ ફેરવી નાંખવામાં આવતા નોકરિયાત, વિદ્યાર્થી વર્ગને સૌથી વધુ હાલાકી ભોગવવાની નોબત આવશે.

પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ નિયમિત ટ્રાન્સપોર્ટેશનમાં તેજસ ટ્રેનને સમાવવા માટે અમદાવાદથી ઉપડતી ૧૩ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. જેના કારણે ૧૧ ટ્રેનો વચ્ચેના સ્ટેશન પરથી પાંચથી દશ મિનિટ સુધી પરિવર્તિત સમયે એટલેકે  મોડી ચાલશે. ટ્રેને નં. ૧૨૬૫૫ અમદાવાદ-એમજીઆર, ચેન્નાઇ સેન્ટ્રલ, નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી ૨૫ મિનિટ મોડી ઉપડશે. તથા ટ્રેન નં. ૧૯૦૧૬ પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૫૫ મિનિટ મોડી ઉપડશે.

મુંબઇ તરફથી આવતી ૧૬ મેલ-એક્સપ્રેસ તથા ૪ મેમુ ટ્રેનોના સમયમાં વચ્ચેના સ્ટેશનો પર ૫ થી દશ મિનિટના પરિવર્તિત સમયે ચાલનાર હોવાનું રેલવે અધિકારીઓ જણાવ્યું હતું. જોકે તેઓએ દાવો કર્યો હતો કે ટ્રેન ભલે મોડી ઉપડશે પરંતુ તે તેના હાલના  નિર્ધારિત સમયે જ  ગંતવ્ય  સ્થાને પહોંચશે.

પરંતુ બે  મેલ-એક્સપ્રેસ અને બે મેમુ ટ્રેનના પ્રવાસના સમયમાં પાંચ મિનિટનો વધારો થવાનો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. ખાનગી ઓપરેટર દ્વારા સંચાલિત  અને મુસાફરો પાસેથી  વધુ ભાડુ વસુલનાર તેજસ ટ્રેનને દોડાવવા માટે કાયમી ૩૩ જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરીને તેને સાઇડમાં કરીને તેજસ ટ્રેન  માટે રસ્તો કરીઆવશે.

ખાનગી ટ્રેન દોડાવવા અંગે આજે રેલવે યુનિયનો વિરોધ કરશે

અમદાવાદથી આજે  તા.૧૭ જાન્યુઆરીના રોજ  સવારે તેજસ ટ્રેનને ગુજરાતના મુખ્યમંત્રી અને રેલવે મંત્રી દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાશે. આ સમયે રેલવેના વિવિધ યુનિયનો દ્વારા ખાનગી ટ્રેનો દોડાવવાની સરકારની નીતિનો ભારે વિરોધ કરવામા આવશે.વેસ્ટર્ન રેલવે એમ્પોઇઝ  યુનિયન અને વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર ખાનગી ટ્રેનના શુભારંભ પ્રસંગે જ  ધરણા-સૂત્રોચ્ચાર પોકારીને વિરોધ નોંધાવાશે.  ખાનગી ટ્રેનો આવતા રેલવે કર્મચારીઓને તો નુકશાન થશે જ ઉપરાંત મુસાફરોને પણ ભાડાના નામે લૂંટવામાં આવશે અને રેલવેને સંપૂર્ણપણે ખાનગીકરણ કરી દેવાશે તેવો ભય રેલવે યુનિયનો સેવી રહ્યા છે.

READ ALSO

Related posts

ઓ બાપ રે, હવામાન વિભાગે ઉનાળા મામલે કરી ભારે આગાહી, કરી લો તૈયારી

Nilesh Jethva

ઓ બાપ રે, આ ફોટોગ્રાફ જોઈને તમે ચોંકી જશો, એકબીજાના કટ્ટર દુશ્મનો અહીં એક સાથે બેઠા

Ankita Trada

VIDEO : ચાલુ ક્લાસમાં ઘુસી ABVPના કાર્યકરોએ કોલેજ બંધ કરાવી, સરકારના આ નિર્ણયનો કરી રહ્યા છે વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!