અમદાવાદમાં ગુરુવારે બુધવારની સરખામણીમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થવા પામ્યો હતો. ગુરુવારે કોરોનાના નવા ૩૬૭૩ કેસ નોંધાયા હતાં. ચિંતાજનક બાબત એ સામે આવવા પામી હતી કે ૨૪ ડીસેમ્બર બાદ શહેરમાં કોરોના સંક્રમિત થયા બાદ પહેલુ મોત થતા માર્ચ-૨૦૨૦થી ૧૩ જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કોરોના સંક્રમિત થવાથી ૩૪૧૩ લોકોના મોત થવા પામ્યા છે.૧૮૧૮ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા ૧૯ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ જાહેર કરાયા છે.પશ્ચિમ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં કોરોનાના ૨૫૦૦થી વધુ કેસ નોંધાતા ૧૩ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.શહેરમાં ૧૭૭ વિસ્તાર એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં અમલ હેઠળ મુકવામાં આવ્યાં છે.

શહેરમાં બુધવારે કોરોનાના ૩૮૪૩ કેસ નોંધાયા હતા.૨૪ કલાકમાં ૧૭૦ જેટલા નવા કેસ ઘટયા હતા.આ સાથે જ ડીસેમ્બર બાદ શહેરમાં કોરોનાથી એક મોત નોંધાવા પામ્યુ હતું.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સિનિયર સિટીઝન ઉપરાંત હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત ૮૯૫૭ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.૧૫થી ૧૮ વયજુથના ૩૨૩૦ બાળકોને કોરોના રસી આપવામાં આવી હતી.મ્યુનિ.ના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ગુરૃવારે ૭૧૩૦ લોકોને કોરોના રસીનો પહેલો અને ૧૩,૦૩૮ લોકોને બીજો ડોઝ એમ કુલ મળી ૨૯,૧૨૫ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.શહેરમાં ટેસ્ટીંગ વધારવા અંગે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સભ્યો દ્વારા સુચન કરાયા હતા.શાકભાજીની લારીઓ ઉપર સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ જોવા પણ તંત્રને તાકીદ કરાઈ હતી.
એસ.વી.પી.હોસ્પિટલમાં ઓકિસજન-આઈસીયુ બેડ ઉપર કોરોનાના દર્દીમાં વધારો
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં ગુરુવારે કોરોનાના ૫૫ દર્દી સારવાર હેઠળ હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ઓકિસજન અને આઈસીયુ બેડ ઉપરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે.ગુરુવારની સ્થિતિએ ઓકિસજન બેડ ઉપર ૧૧ અને આઈસીયુ બેડ ઉપર સાત દર્દી સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
ફાયર-એએમટીએસ વિભાગનાં કર્મચારી કોરોના પોઝિટિવ
અમદાવાદ ફાયર વિભાગમાં સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા શુભમ ખડીયાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઉપરાંત એએમટીએસમાં ફરજ બજાવતા જનક રાવલ પણ કોરોના સંક્રમિત થયા છે.આ બંને હોમકવોરન્ટાઈન થયા હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા સ્થળ
સન સિટી સેકટર-૧, બોપલ, ઓર્ચિડ વુડ,પ્રહલાદનગર, શ્રીનંદનગર-૨,વેજલપુર, મેરી ગોલ્ડ,ઘુમા, આર.બી.આઈ.સ્ટાફ કવાટર્સ,સુભાષબ્રીજ, રાજમંદિર એપાર્ટમેન્ટ,ઉસ્માનપુરા, પુષ્કર રેસિડેન્સી,પાલડી, સર્વેશ ફલેટ,રાણીપ, કીર્તન ફલેટ,ચાંદખેડા, અરવિંદ મીલની ચાલી,ઈન્ડિયા કોલોની, પરમ પિનાક ફલેટ,નરોડા, મહીપત બંગલોઝ-૨,નરોડા,હિરા સોસાયટી,ખોખરા, દ્વારકેશ એપાર્ટમેન્ટ,મણિનગર, વૈવિધ્ય એપાર્ટમેન્ટ,મણિનગર,સામ્રાજય ટાવર,મેમનગર, રિજેન્સી ટાવર,વસ્ત્રાપુર, સતેજ એપાર્ટમેન્ટ,થલતેજ અને ઈસ્કોન પ્લેટીનમ,બોપલના સંક્રમિત સ્થળને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યાં હતાં.

READ ALSO :
- મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ
- IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ
- ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા
- તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ
- ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન